________________
૧૪૧. પાંચ પ્રકારના મહિના
૧૦૩ ૪-૬ વચનત્રિક – “એક, બે, અને બહુ એ એકવચન વગેરે જણાવનાર જે શબ્દસમૂહ તે વચનત્રિક છે.
૭-૯ લિંગત્રિક :- “આ સ્ત્રી છે. આ પુરુષ છે. આ કુળ છે. આ ત્રણ લિંગપ્રધાન વચને લિંગત્રિક છે.
૧૦ પરોક્ષવચન – “તે એ પરોક્ષ નિર્દેશક વચન છે. ૧૧. પ્રત્યક્ષવચન - ‘આ’ એ પ્રત્યક્ષ નિર્દેશક વચન પ્રત્યક્ષ વચન છે. ઉપનય ગુણક્તિ સ્તુતિ અપનય દોષ કથન-નિન્દા વચન ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે. ૧૨. ઉપનય અપનય વચન - આ સ્ત્રી રૂપવાન છે. પણ દુરાચારી છે. ૧૩. ઉપનય ઉપનય વચન :- આ સ્ત્રી રૂપવાન અને સદાચારી (શીલવતી) છે. ૧૪. અપનય ઉપનય વચન - આ સ્ત્રી કદરૂપી છે. પણ શીલવતી છે. ૧૫. ઉપનય અપનય વચન :- આ શ્રી કદરૂપી અને દુરાચારી છે.
૧૬ અધ્યાત્મવચન :- બીજાને ઠગવાની બુદ્ધિથી મનમાં બીજું રાખી વચન વડે બીજું કહેવાની ઈચ્છાવાળો અચાનક જેમ મનમાં હોય તે જ બેલી જાય તે અધ્યાત્મ વચન (૮૯૬)
૧૪૧ પાંચ પ્રકારના મહિના मासा य पंच सुत्ते नक्खत्तो १ चंदिओ २ य. रिउमासो ३ । आइच्चोऽविय इयरो ४ ऽभिवढिओ तह य पंचमओ ५ ॥८९७।।
(૧) સૂત્રમાં નક્ષત્રમાસ, (૨) ચન્દ્રમાસ (૩) તુમાસ, (૪) સૂર્યાસ, (૫) અભિવર્ધિત માસ. એમ પાંચ પ્રકારના મહિના કહ્યા છે.
નક્ષત્ર વગેરે પાંચ મહિનાઓ પરમેશ્વર એટલે અરિહંતના સિદ્ધાંતમાં કહ્યા છે.
૧. નક્ષત્રમાસઃ- નક્ષત્ર વડે સંબંધિત થતે જે મહિને તે નક્ષત્રમાસ, તે ચંદ્રમા પરિભ્રમણ કરતા જેટલા વખતમાં અભિજિત નક્ષત્રથી લઈ ઉતરાષાઢા નક્ષત્ર સુધીમાં પરિભઋણ પૂર્ણ કરે તેટલા વખતને નક્ષત્રમાસ કહેવાય. અથવા ચંદ્રને આખું નક્ષત્રમંડળ ફરતા જે (કાળ) થાય તે ઉપચારથી મહિને પણ નક્ષત્રમાસ કહેવાય.
ર. ચંદ્રમાસ - ચંદ્રમા સંબંધી માસ તે ચંદ્રમાસ. યુગની આદિમાં શ્રાવણ (અષાઢ) વદ એકમના દિવસથી લઈ પૂનમ સુધી જે કાળ (પ્રમાણ) તે ચાંદ્રમાસ.
વદ એકમથી પૂનમ સુધીને મહિને ચંદ્રમાસ. અથવા ચંદ્ર ભ્રમણથી બનેલ જે માસ તે ઉપચારથી ચાંદ્રમાસ છે.