________________
૮૨
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ પછી છ મહિના અતિ વિકૃ તપ નહીં પણ કંઈક હળ તપ અને પારણે પરિમિત આયંબિલ પછી બીજા છ મહિના વિકૃષ્ટ તપ કરે. પછી એક વર્ષ કેટિ સહિત આયંબિલ કરે. આ પ્રમાણેની અનુપૂર્વી એટલે કેમપૂર્વક બાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ લેખના કરી પર્વતની ગુફામાં જઈ પાદપપગમન અનશનને સ્વીકારે. - સંલેખન કરવું તે સંખના એટલે આગમક્ત વિધિપૂર્વક શરીર વગેરેને શોષવું, તે “સંલેખના.
૧. જઘન્યથી છ માસની, ૨. મધ્યમ એક વર્ષની અને ૩. ઉત્કૃષ્ટથી બાર વર્ષની -એમ ત્રણ પ્રકારે છે.
ઉત્કૃષ્ટ સંલેખના પહેલા ચાર વર્ષ વિચિત્ર એટલે વિવિધ પ્રકારનો તપ કઠોર કરે એટલે ચાર વર્ષ સુધી ક્યારેક ઉપવાસ, ક્યારેક છઠ્ઠ એટલે બે ઉપવાસ, ક્યારેક અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ક્યારેક દશમભક્ત, દ્વાદશભક્ત (ચાર, પાંચ ઉપવાસ) કરે અને પારણમાં ઉદ્ગમ વગેરે દેષ રહિત મનેઈચ્છિત આહાર વાપરે.
તે પછી બીજા ચાર વર્ષ ઉપર પ્રમાણે ઘેર વિવિધ પ્રકારનો તપ કરે અને પારણામાં વિગઈ રહિત આહાર વાપરે એટલે ઉત્કૃષ્ટરસના ત્યાગપૂર્વકની નિવિ કરે.
તે પછી બીજા બે વર્ષ સુધી એકાંતરા આયંબિલ કરે એટલે આંતરામાં ઉપવાસ કરી પારણે આયંબિલ કરે. આ પ્રમાણે દશ વર્ષ પૂરા થાય.
પછી અગિયારમાં વર્ષમાં પહેલા છ મહિનામાં અતિગાઢ એટલે કઠોર તપ ન કરે એટલે ઉપવાસ કે છઠ્ઠ, કરે પણ અઠ્ઠમ વગેરે તપ ન કરે. પારણામાં પરિમિત આયંબિલ એટલે ઉદરિપૂર્વકનું આયંબિલ કરે.
તે પછી બીજા છ મહિનામાં વિકૃષ્ટ એટલે અઠ્ઠમ, દશમભક્ત, દ્વાદશભક્ત વગેરે કઠોર તપ કરે. પારણામાં હું જલદી મૃત્યુ ના પામું-એમ વિચારી ઊંદરી વગર સંપૂર્ણ પેટ ભરીને આયંબિલ કરે.
બારમા વર્ષમાં કેટિ સહિત નિરંતર આયંબિલ કરે. નિશિથચૂણિમાં કહ્યું છે કે
બારમા વર્ષમાં નિરંતર હાનિપૂર્વક એટલે બરાક ઓછો કરવાપૂર્વક ગરમ પાણી સાથે આયંબિલ કરે તે કેટિ સહિત હોય છે. કોટિ એટલે આયંબિલ સાથે આયંબિલનું મળવું.” “બારમા વર્ષમાં ઉપવાસ કરી પારણે આયંબિલ, ઉપવાસ કરી પારણે આયંબિલ કરે વગેરે એમ અનેક મતાંતરે બારમા વર્ષ સંબંધી જોવામાં આવે છે. પણ ગ્રંથ વિસ્તારના ભયથી લખતા નથી.
બારમા વર્ષે દરરોજ ભોજન કરતી વખતે એકેક કેળીયે ઓછો કરવાપૂર્વક ઊનોદરી કરતા છેલે ફક્ત એક જ કેળીયે આહારમાં રહે. તે પછી બાકીના દિવસમાં