________________
૧૩૩. વસતિની શુદ્ધિ.
૭. ફક્ત પાણી વડે ભીની કરવી, પાણી છાંટવું તે સિક્તા. ૮, કચરો કાઢવો.
આ ઉત્તરોતર ગુણે વડે સંયત નિમિત્તે કરાયેલી વિધિટિના દેશોને પ્રાપ્ત થયેલી વસતિ છે. પણ અવિશોષિકેટિના નથી.
જ્યાં સાધુ માટે આ કાર્યો ન થાય તે વસતિ વિશુદ્ધ જ છે. - मूलुत्तरगुणसुद्धं थीपसुपंडगविवज्जियं वसहिं । सेविज्ज सव्वकालं विवज्जए हुंति दोसा उ ॥८७४॥
મૂળ ઉત્તરગુણ શુદ્ધ અને સ્ત્રી, પશુ, નપુંસક રહિત વસતિને દેના ત્યાગપૂર્વક હમેંશા સેવે.
મૂળ ઉત્તરગુણથી શુદ્ધ અને સ્ત્રી, પશુ, નપુંસક રહિત વસતિને હંમેશા સેવે. સ્ત્રી વગેરેના સંપર્કવાળી અશુદ્ધ વસતિમાં દોષ હોય છે. આ પ્રમાણે ચતુઃશાલા એટલે ચેરા (વરંડા) વગેરેમાં પણ મૂળ ઉત્તરગુણને વિભાગ જાણવો. અહીં સૂત્રમાં ચતુ શાળા વગેરેનો મૂલત્તર ગુણ વિભાગ સાક્ષાત્ નથી કહ્યો તેનું કારણ એ છે કે
વિચરતા સાધુઓને શ્રતને સ્વાધ્યાય વગેરેને વ્યાક્ષેપ (અંતરાય) ન થાય માટે મેટે ભાગે સાધુઓ ગામ વગેરેમાં વસે તેવો સંભવ છે. તે ગામમાં વસતિ પાટડા વગેરે વાળી જ હોય છે. તેથી તે જ વસતિનું પ્રતિપાદન કર્યું છે. કહ્યું છે કે
મૂળોત્તર વગેરે ગુણોમાં સાક્ષાત્ ચતુઃ શાળા વગેરે ન કહેલ હોવા છતાં પણ આજ મૂળત્તર ગુણનો વિભાગ ચતુઃશાળા વગેરેમાં પણ જાણ.
સમાપ્ત થયા છે કાર્ય જેમના એવા વિચરતા સાધુઓ મોટે ભાગે ગામડાઓમાં વસે છે. અને ત્યાં વસતિ પ્રાયઃ કરી પાટડા વગેરે વાળી હોય છે. (૮૭૪)
૧૩૪. સં લેખના चत्तारि विचित्ताई ४ विगईनिज्जहियाई चत्तारि ८ । संवच्छरे य दोन्नि उ एगंतरियं च आयामं १० ॥८७५॥ नाइविगिट्ठो य तवो छम्मासे परिमियं च आयामं । अवरेऽवि य छम्मासे होइ विगिहें तोकम्मं ११ ॥८७६॥ वासं कोडीसहियं १२ आयामं कटु आणुपुव्वीए । गिरिकंदरं व गतुं पाओवगम पवजेइ ।।८७७॥
ચાર વષ વિચિત્ર (જુદા-જુદા) પ્રકારને તપ કરે. ચાર વર્ષ વિચિત્ર તપ વિગઈ રહિતપણે કરે. બે વર્ષ એકાંતરા આયંબિલ સહ ઉપવાસ કરે.