________________
વદનહાર
૬૩
વિનયના ભગ થતા હેાવાથી થાય છે. રત્નાધિક સાથે ગયેલા શિષ્યનું રત્નાધિક પહેલા આચમન કરવુ...
૧. શિષ્ય ગુરુની આગળ વગર કારણે ચાલે તા વિનયના ભંગ થાય માટે આશાતના લાગે. રસ્તા વિગેરે બતાવવા માટે ચાલે તે દોષ ન કહેવાય.
૨. ગુરુની બંને પડખે ચાલે તે આશાતના.
૩. પાછળ પણ અતિ નજીક ચાલે તેા આશાતના, કેમકે શ્વાસેાશ્વાસ, છીંક, કફ્ વિગેરે પડવારૂપ દોષ લાગવાના સંભવ છે. એટલે જેટલી ભૂમિ દૂર રહીને ચાલતા આશાતના ન થાય તેટલે દૂર રહી ચાલવું.
૪-૬ એ પ્રમાણે ગુરુની આગળ—પડખે અને પાછળ ઉભા રહેવાથી શિષ્યને ખીજી ત્રણ આશાતના.
૭-૯ એ પ્રમાણે ગુરુની આગળ-પડખે અને પાછળ બેસવાથી ત્રીજી ત્રણ
આશાતના થાય.
કારણે બેસવાથી, ઉભા રહેવાથી, ચાલવાથી દોષ ન લાગે.
૧૦. આચાર્યની સાથે સ્થંડિલભૂમિએ ગયેલ શિષ્ય, આચાય ની પહેલા આચમન કરે ( પગ સાફ કરે ) તા આશાતના લાગે. ( ૧૩૨–૧૩૩ )
पुव्वं गमनागमणालोए सेहस्स आगयस्सतओ ।
ओ सुत्ते जागरस्स गुरुभणियपडिसुणणा ।। १३४ ॥ ૧૧. સ્થ’ડિલભૂમિ વિગેરે બહારથી આવેલ ગુરુની પહેલા જ શિષ્ય ગમનાગમન વિષયક આલોચનારૂપ ઇરિયાવહી કરે અને ગુરુ પછી કરે તેા શિષ્યને આશાતના લાગે. ૧૨. રાતના સમયે રત્નાષિક પૂછે કે “કાણુ સુતુ છે? કાણુ જાગે છે?” ત્યારે જાગતા હૈાવા છતાં જાણે સાંભળતા ન હોય –એમ રહેતા શિષ્યને આશાતના લાગે...(૧૩૪)
દ
आलवणाए अरिहं पुव्वं सेहस्स आलवेंतस्स ।
रायणियाओ एसा तेरसमाssसायणा होइ ॥ १३५ ॥ ૧૩. ગુરુ વગેરે જેની સાથે વાત કરવાના હાય, તેની સાથે ગુરુ-રત્નાધિક વિગેરેની પહેલા જ શિષ્ય પાતે જ વાત કરવા માંડે તેા આશાતના થાય...(૧૩૫) असणाईयं लद्धुं पुव्विं सेहे तओ य रायणिए ।
आलोए चउदसमी एवं उवदंसणे नवरं ॥ १३६ ॥
૧૪. અશન-પાન-ખાદિમ-સ્વામિરૂપ ભિક્ષા લાવીને પહેલા ખીજા કાઈ પણ શિષ્ય વિગેરેની આગળ આલેચે પછી ગુરુ આગળ આલેચે, તા શિષ્યને આશાતના લાગે.