________________
વંદનદ્વાર
ગાથાર્થ અવસગ્ન બે પ્રકારનાં છેઃ સર્વઅવસન્ન અને દેશઅવસત્ર૧. સર્વઅવસાન એટલે અવબેધક પીઠફલકવાળો અને સ્થાપના ભોછે.
૨. દેશઅવસગ્ન એટલે આવશ્યક, સઝાય, પડિલેહણ, ભિક્ષા, ધ્યાન, ભજન માંડલી, ઉપાશ્રયમાં પ્રવેશ, નિર્ગમન, કાયોત્સર્ગ, ઉભા રહેવું, બેસવું, સુવું, વિગેરેમાં ભૂલ થયે “
મિચ્છામિ દુક્કડ ન આપે, આવશ્યક વિગેરે ન કરે અથવા વધારે-ઓછું કરે અને ગુરુની સામે બોલે તે.
સામાચારીમાં જે સદાય એટલે કે પ્રમાદ કરે તે અવસન્ન. અવસન્ન બે પ્રકારે છે. (૧) સર્વ અવસગ્ન. (૨) દેશઅવસગ્ન.
(૧) સર્વ અવસગ્ન અવબદ્ધ પીઠ ફલકવાળો હોય એટલે કે સાધુઓએ ચોમાસામાં એક પાટીયામાં બનેલ સંથારો (પાટ ) ન મળે તે અનેક વાંસ અને પાટીયા ભેગા કરી દેરડી વિગેરેથી બાંધીને તે પાટ ઉપર સંથારે કરે, પંદર દિવસે દેરીને છોડીને પડિલેહણ કરવી એમ જિનાજ્ઞા છે. જે સાધુ આ પ્રમાણે ન કરે, તે અવબદ્ધ પીઠ ફલક કહેવાય છે. અથવા વારંવાર સુવા વિગેરે માટે હંમેશા સંથારો પાથરી જ રાખે. અથવા તે એકાંતે સંથારો પાથર્યા વગર જ જે બેસે, સુવે, તે પણ અવબદ્ધ પીઠ ફલક કહેવાય.
સ્થાપનાપિંડ અને દુષ્ટપ્રાભૂતિકાપિંડ (અવિધિથી જરૂરત વિના સામે લાવેલું) જે વાપરે તે સ્થાપિત કહેવાય.
પ્રતિકમણ વિગેરેના આવશ્યકમાં, વાંચન વિગેરે સ્વાધ્યાયમાં, મુહપત્તિ વિગેરેના પડિલેહણમાં, ગોચરીમાં, ધર્મધ્યાન વિગેરે શુભધ્યાનમાં, ભોજનમાંડલીમાં, બહારથી ઉપાશ્રયમાં આગમનમાં, કારણવસાત્ ઉપાશ્રય બહાર જવામાં, કાત્સર્ગ વિગેરે બિલકુલ કરે નહિ અથવા વધારે ઓછા કરે કે નિષિદ્ધ કાલરૂપ અકાળે કરવા વિગેરે દેષથી દુષ્ટ કરે, ત્યારે દેશ–અવસને થાય છે.
પ્રતિક્રમણ વિગેરે આવશ્યક કરે નહિ, હીનાધિક વિગેરે દેશોથી દુષ્ટ કરે, સ્વાધ્યાય ન કરે, નિષેધ કાળે કરે, પડિલેહણ ન કરે, અસ્તવ્યસ્ત કરે, દેલવાળું કરે, આળસ કે સુખશિલિયાપણુથી ભિક્ષા માટે ફરે નહિ. અથવા અનુપગથી ફરે છે અનેષણીય ગ્રહણ કરે. “મેં શું કર્યું, મારે શું કરવાનું છે, શકય એવું હું શું નથી કરતો” વિગેરે રૂપ શુભધ્યાન આગલી રાતે કે પાછલી રાતે ધ્યાવે નહિ અથવા અશુભ ધ્યાન કરે. ગોચરી માંડલીમાં ન વાપરે અથવા ક્યારેક વાપરે તે કાગડા-શિયાળની જેમ વાપરે અથવા માંડલી સંબંધી સંયેજના વિગેરે પૂર્વક વાપરે. કેટલાક અભક્તાર્થને અર્થ પચ્ચખાણ કરે નહિ-એમ કરે છે. અથવા ગુરુએ કહ્યું હોય તે ગુરુની સામે કાંઈક