________________
પ્રવચનસારાદ્વાર ખરાબ બાલવાપૂર્વક કરે.) ઉપાશ્રયમાં પેસતા નિસિહી બાલવારૂપ સામાચારી ન કરે. અને નીકળતા આવસહી એટલવારૂપ આવશ્યક સામાચારી ન કરે, ગમનાગમન વિષયક ઇરિયાવહિયા કરવારૂપ કાઉસ્સગ્ગ ન કરે અથવા દોષ લગાડે.
૫૦
બેસવા-સુવાની જગ્યાએ દંડાસણ વડે ભૂમિ પ્રમાનારૂપ સામાચારી ન કરે, સામાચારીમાં ખાટુ આચરણ કરે ત્યારે અથવા આવશ્યક સમયે ગુરુ મહારાજ · અતિચારાની સારી રીતે આલેાચના કરી, પ્રાયશ્ચિત્ત લેા ” –આ પ્રમાણે કહે ત્યારે ગુરુની સામે ઉદ્ધતાઈપૂર્ણાંક બેલે અથવા જવાબ ન આપે અથવા તેા ગુરુના વચન પ્રમાણે ન કરે, તે દેશઅવસનેા.
આના સારાંશ એ છે કે, સ્ખલનામાં મિચ્છામિ દુક્કડં ન આપે, ગુરુ વિગેરેનું વૈયાવચ્ચ ન કરે, ગુરુને સવરણ પ્રાયશ્ચિત્ત વિગેરેમાં વંદન ન કરે, ઉપકરણા લેવા મૂવામાં પ્રમાના પડિલેહણા ન કરે, બીજી' પણ સામાચારીમાં વિતથ આચરણ કરે તે દેશ-અવસન્ન છે. (૧૦૬-૧૦૮)
तिविहो होइ कुशीलो नाणे तह दंसणे चरिते य । सो अवंदणिज्जो पन्नत्तो वीयरागेहिं ॥ १०९॥
नाणे नाणायारं जो उ विराहेइ कालमाईयं ।
दंसण दंसणयारं चरण कुसीलो इमो होइ ॥ ११० ॥
કુત્સિત એટલે ખરાબ, શીલ એટલે આચાર, જેના ખરાબ આચાર છે તે કુશીલ, તેના ત્રણ પ્રકાર છે. જ્ઞાન-વિષયક, દર્શન-વિષયક, ચારિત્ર—વિષયક, આ કુશીલ અવંદનીય એમ વીતરાગ ભગવંતે કહ્યું છે.
‘ કાલે વિષ્ણુએ’ વિગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારને જે વિરાધે, કે સારી રીતે પાળે નહિ, તે જ્ઞાન વિષયક કુશીલ કહેવાય
• નિસ્સ'કિય નિખિય’ વિગેરે આઠ પ્રકારના દશનાચારને જે વિરાધે કે સારી રીતે પાળે નહિ તે દનવિષયક કુશીલ કહેવાય. (૧૦૯–૧૧૦ )
कोउय भूईकम्मे पसिणा पसिणे निमित्तमाजीवी ।
कक्ककरूयाइ लक्खणं उवजीवइ विज्जमंताई ॥ १११ ॥
કૌતુકકમ, ભૂતિક, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, આજીવિકા, કલ્ફકુરકા ( માયા), લક્ષણવિદ્યા અને મંત્ર વિગેરે કરવાપૂર્વક જે જીવે તે ચારિત્રકુશીલ કહેવાય. (૧૧૧) सोहग्गाइ निमित्तं परेर्सि न्हवणाइ कोउयं भणियं । जरिया भूइदाणं भूईकम्मं विणि दि ॥ ११२ ॥