________________
૧૮
પ્રવચનસારાદ્ધાર
દુષ્કર તપ તપીને, ત્રણ પ્રકારે વીર યશને ધારણ કરતા બૈલાય ગુરુ શ્રી વીરસ્વામી વિજયને પામે.
હે કૃપારસનિધિ ! સ ંસારરૂપી મરૂભૂમિના માર્ગમાં પડેલ તથા નારીરૂપ આંઝવાના જળથી માહીત થયેલ મારા વડે આપ જોવાયા છે, આથી હું જિનેશ્વર ! મારી તૃષ્ણારૂપી પીડાને દૂર કરી મને શાંતિ આપે.
આવા પ્રકારના અ ગર્ભિત સ્તોત્રાવડે ગુણાત્કી નરૂપ પરમાત્માની પૂજા કરવી. પરંતુ શરમજનક, અપમંગલ, ક્લેશદાયક સ્તાત્રોવડે નહીં.
:
જેમકે – સુરત ક્રિડાના અંતે શેષનાગના ઉપર એક હાથના ભાર દબાવીને ઉભી થતી અને બીજા હાથવડે વજ્રને સરખું ધારણ કરતી, વિખરાયેલ વેણી કેશની લટના ભારને ખભા પર વહન કરતી, તે સમયે અત્યંત કાંતિથી શાભતા સુરત પ્રીતિવાળા કૃષ્ણ, આલિંગન આપી ફરી શય્યામાં લાવેલ, આળસવડે શે।ભતા બાહુવાળું લક્ષ્મીનુ શરીર તમને પવિત્ર કરો. આવા અસ્પષ્ટ અને અપ્રસિદ્ધ શબ્દોવાળા સ્તાત્રોવડે સ્તુતિ ન કરવી.
ત્રણ પ્રકારની પૂજાના ઉપલક્ષણથી સકલ લેાકેાને આનંદદાયક અષ્ટપ્રકારી પૂજા પણ પરમાત્માની જાણવી. આ પ્રમાણે :- ઉત્તમગંધ, ધૂપ, નિમલ ચાખા, ફૂલ, ઉત્તમ દિપક, નૈવેદ્ય, ફળ અને જળવડે આઠ પ્રકારની જિનપૂજા થાય છે.
-
(૫) અવસ્થાત્રિક :
ભગવાનની છદ્મસ્થ, કેવલિ અને સિદ્ધાવસ્થારૂપ ત્રણ અવસ્થાનું સ્વરૂપ સમજીને ચિંતન કરવું.
ભગવાનની છદ્મસ્થ અવસ્થા આ પ્રમાણે ભાવવી. મદજલથી શેાભતા ગંડસ્થળવાળા હાથીઓ, યુદ્ધ ચેાગ્ય ઉદ્ભટ્ટ ઘેાડાએ તથા હૉલ્લાસવાળી સ્રીએથી યુક્ત અપાર સંપત્તિવાળા, વિશાળ રાજ્ય સુખને છોડીને, જેમણે નિઃસ‘ગતારૂપ સાધુપણું લીધું છે– એવા અચિત્ય મહીમાવાળા તે આ પ્રભુનું દર્શન ભાગ્યશાળી માણસાને જ થાય છે.
ધર્મ ધ્યાન યુક્ત બુદ્ધિવાળા, મિત્ર અને શત્રુ ઉપર સમાન ભાવવાળા, જાગ્રત એવા ચાર જ્ઞાનવાળા, ઘાસ અને મણિ, સાનું અને પથ્થર પર સમાન દૃષ્ટિવાળા, નિઃસંગ ભાવે વિચરતા તથા નિયાણા રહિત, વિવિધ તપ કરતાં, પ્રશાંત આકૃતિવાળા, ત્રણ જગતના નાથના દર્શીન સપુણ્યશાળીઓ જ કરી શકે છે.
કેવલી અવસ્થા આ પ્રમાણે ભાવવી રાગાદિ ભયંકર શત્રુઓના સ`હાર કરનારૂ પરાક્રમ જેમણે કર્યુ છે, જેમનું સ્ફુરાયમાન થતુ જ્ઞાન લેાકાલાકને જોવામાં પ્રવીણ છે, જેમની વાણીએ જગતના સેંકડો સંશયાને દૂર કર્યા છે. એવા આ ત્રણ જગતના ગુરુને ધન્ય પુરુષા જ જોઈ શકે છે.
--