________________
૨9
દશત્રિક (૩) પ્રણામત્રિક
પ્રતિમાજી સામે ભક્તિભાવપૂર્વક માથુ જમીન પર અડાડીને ત્રણ પ્રણામ કરવા. (૪) પૂજાત્રિક
જુદી–જુદી જાતના સુગંધી કુલવડે, શાલિ, ડાંગર વિગેરે અક્ષતવડે તથા તીર્થકર ભગવંતના લકત્તર સદ્દભૂત ગુણવર્ણનસ્વરૂપ સંવેગજનક સ્તુતિથી પૂજા કરે. એ રીતે ત્રણ પ્રકારની પૂજા જાણવી.
આ ગાથામાં ભગવાનની પૂજાવિધિમાં ફેલ વિગેરેના ઉપલક્ષણથી ભગવાનની પૂજાવિધિનું પ્રતિપાદન કર્યું છે. તેથી અદ્વિતિય રત્ન, સુવર્ણ, મોતી, વિગેરેના આભૂષણેથી પ્રભુજીને અલંકૃત કરવા, જુદી-જુદી જાતના પવિત્ર વસ્ત્રોનું પરિધાન કરવું, ભગવંત સામે સરસવ, શાલિ, ચેખા વિગેરેથી અષ્ટમંગલનું આલેખન કરવું તથા ઉત્તમ જળ, મંગલદિવે, દહીં, દૂધ, ઘી વિગેરે પદાર્થો ઘરવા, ભગવાનના કપાળે ગોરોચન, કસ્તુરી વિગેરે દ્વારા તિલક કરવું તથા આરતી ઉતારવી આદિ જાણવું.
પૂર્વ ધર આચાર્યાએ પણ કહ્યું છે કે વિવિધ પ્રકારના ગંધ, ધૂપ, સવૈષધિ, પાણી સુગંધી વિલેપન, ઉત્તમ ફૂલની માળા, બલિ, દિપક, સરસવ, દહિં, અક્ષત, ગેરેચન, સેનું, મેતી, રત્ન વિગેરેની વિવિધમાળાઓ વડે યથાશક્ય પૂજા કરવી. ઉત્તમ સાધનોથી મોટે ભાગે ભાવ પણ ઉત્તમ આવે છે. આ ઉત્તમ ચીજોને આનાથી વધુ સારો બીજો કેઈ ઉપયોગ નથી.
આ પ્રમાણે ભગવાનની પૂજા કરી, ઈરિયાવહી પડિકામવાપૂર્વક શકસ્તવ આદિ દંડકોથી ચૈત્યવંદન કરીને ઉત્તમ કવિઓએ રચેલા ઉત્તમ સ્તોત્રો દ્વારા ભગવાનનું ગુણોત્કીર્તન કરે.
પિંડસ્થ આદિ ભાવનાઓ સહિત, વિવિધ સ્વર રચનાવાળી, આશયની વિશુદ્ધિ કરનાર, સંવેગપરાયણ, પવિત્ર, પાપનિવેદન ગર્ભિત, પ્રણિધાન યુક્ત, વિવિધ અર્થવાળા અખ્ખલિત વિગેરે ગુણયુક્ત અને મહાન બુદ્ધિમાન પુરુષો વડે રચાયેલા સ્તોત્ર ઉત્તમ કહેવાય છે.
જેમકે – સ્નેહી બંધુ વર્ગને વિષે જેમની આંખ હર્ષાશ્રુવડે જરા પણ ભીંજાઈ નથી, ઘણું કષ્ટ આપનાર શત્રુ ઉપર કઈ વખત પણ જેમની આંખ લાલ થઈ નથી, ધ્યાન બળથી જે આંખે સમસ્ત જગતને જોયું છે, એવા કામદેવવિજયી શ્રી વર્ધમાન પ્રભુની આંખે, તમને દીર્ઘકાળ સુધી શુભ કરનારી થાઓ.
કરોડે સુવર્ણ મુદ્રાના દાન દ્વારા જગતની દરિદ્રતાને નષ્ટ કરીને, મેહ વિગેરેના વંશમાં ઉત્પન્ન થયેલ અંતર શત્રુઓને હણને તથા કેવળજ્ઞાન માટે નિઃસ્પૃહ મનથી