________________
२६
પ્રવચનસારોદ્ધાર ઋદ્ધિપૂર્વક, સર્વ આડંબરપૂર્વક, સર્વઆભરણાદિ કાંતિપૂર્વક, ચતુરંગ સેનારૂપ સર્વ બલપૂર્વક, સર્વ પુરૂષાર્થપૂર્વક શાસનપ્રભાવના માટે ચૈત્ય વિગેરેમાં જાય અને સામાન્ય વૈભવવાળે આડંબરના ત્યાગપૂર્વક લેકને મશ્કરીને કારણરૂપ ન થાય, એ રીતે જાય. ચૈત્ય પ્રવેશની વિધિઃ
ફૂલ, તંબેલ વિગેરે સચિત્ત દ્રવ્ય છેડી, કડા, કુંડલ, બાજુબંધ, હાર વિગેરે અચિત્ત દ્રવ્યોનો ત્યાગ કર્યા વગર, શરીર ઉપર પુરુષ, નીચે ધોતીયું અને ઉપર ઉત્તરાસંગ (એસ) કરીને તથા શ્રી વિશેષ પ્રકારે અંગોપાંગ ઢાંકીને, વિનય અને નમ્રતાપૂર્વક જિનપ્રતિમાના દર્શન થાય એટલે મસ્તક પર અંજલિ જેડી અને મનની એકાગ્રતાપૂર્વક પાંચ પ્રકારના અભિગમ યુક્ત નિસિહી બોલીને પ્રવેશ કરે – એમ ભગવતિસૂત્ર તથા અન્ય સ્થળે કહ્યું છે. અચિત્તદ્રવ્યનો ત્યાગ એટલે છત્ર વિગેરેનો ત્યાગ કહ્યો છે. (૧) નિસિહત્રિક -
રાજા વિગેરે દેરાસરમાં પ્રવેશ કરે ત્યારે મુગટ, ચામર વિગેરે રાજ્ય ચિહ્નોને ત્યાગ કરે છે. સિદ્ધાંતમાં કહ્યું છે, કે
તલવાર, છત્ર, મેજડી, મુગટ તથા ચામરરૂપ ઉત્તમ પાંચ રાજચિહ્નો ત્યાગ કરે.
દેરાસરમાં પ્રવેશતાં ત્રણ નિસિહી કહે. પહેલી દેરાસરના દરવાજા આગળ, બીજી દેરાસરની અંદર અને ત્રીજી ગભારા આગળ. તેમાં પહેલી નિસિહી ગૃહાદિ વિષયક શરીર દ્વારા થતા કાર્યોના નિષેધરૂપ, બીજી ગૃહાદિ વિષયક વચન દ્વારા થતા કાર્યોના નિષેધરૂપ અને ત્રીજી ગૃહાદિ વિષયક મન દ્વારા વિચારના કાર્યોના નિષેધરૂપ છે. એમ સંપ્રદાયથી કહેવાય છે.
પરંતુ ગ્રંથકારે ત્રણ નિસિહી આ પ્રમાણે વર્ણવી છે
પહેલી નિસિપીમાં ઘર વિગેરેના સમસ્ત સાવદ્ય વ્યાપારની પરંપરાનો નિષેધ થાય છે. બીજી નિસિહમાં દેરાસર વિષયક પત્થર વિગેરે ઘડાવવા આદિ સર્વ સાવદ્ય વ્યાપારને નિષેધ થાય છે. ત્રીજી નિસિહીમાં ફળ, ફુલ, જલ, દીપક વિગેરે પદાર્થના સમૂહને લાવવારૂપ જિનપૂજા વિષયક પણ સર્વ સાવદ્ય વ્યાપારનો નિષેધ થાય છે. એટલે જિનપૂજા કરીને ત્રીજી નિસિહી કરે એ ભાવ છે. (૨) પ્રદક્ષિણાત્રિક
જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના માટે જિનપ્રતિમાની જમણી બાજુથી આરંભીને સુષ્ટિ કમ ત્રણ પ્રદક્ષિણા આપવી.
દુનિયાનો નિયમ છે કે મોટે ભાગે બધી ઉત્કૃષ્ટ ઉત્તમ વસ્તુઓ હિતેચ્છુઓએ જમણી બાજુ જ કરવા માટે પ્રદક્ષિણ જમણી બાજુથી કરવી.