________________
દ્ઘશત્રિક
૨૯
અહા ! ત્રણ ભુવનમાં વિભુની વિભૂતિએ કેવા આનંદ કરાવ્યા, આવા પ્રકારની આકૃતિએ ત્રણ જગતમાં કેવા મહાત્સવ કર્યો, પ્રાણીઓના પાપને ચારનારી વચનચાતુરી અને જગતને વશ કરનારૂં સદ્ગુણથી વીંટળાયેલ આપનું ચારિત્ર ખરેખર અદ્દભુત છે. સિદ્ધાવસ્થા આ પ્રમાણે ભાવવી :– જેમનું જ્ઞાન અપ્રતિહત અને અનંત છે, જેમનું દર્શન જ્ઞેય સ્થિતિમાં દ્વેષ રહિત અને ઉત્તમાત્તમ અનંત સુખના સમૂહરૂપ છે, ત્રણ લાકમાં અદ્ભૂત મહિમાવાળુ' જેમનું અનુપમ વીય છે, એવા સિદ્ધ-અવસ્થામાં રહેલ “ભગવંતનું ધ્યાન ધન્ય પુરુષા જ કરી શકે છે.
=
(૬) ત્રણ દિશા ત્યાગ :
ત્રણ દિશામાં જોવાનેા ત્યાગ એટલે જે દિશામાં તીથંકરની પ્રતિમા હોય, તે દિશા સન્મુખ જોવું, તે સિવાયની ત્રણ દિશામાં જોવાના ત્યાગ કરવા એથી ચૈત્યવંદનમાં અનાદર વિગેરે દોષ દૂર થાય છે.
(૭) પ્રમાજનાત્રિક :
ચૈત્યવ`દન કરવાની ઈચ્છાવાળા ગૃહસ્થે વસ્રના છેડાથી અને સાધુએ રજોહરણથી જીવજંતુઓના રક્ષણ માટે આંખથી સારી રીતે જોઈ, પોતાના પગ મૂકવાની જગ્યાએ ત્રણ વખત ભૂમિ પ્રમાજ વી. ( ૮ ) વર્ણ ત્રિક
=
વણું એટલે અકાર, કકાર વગેરે વણુ (અક્ષર), શબ્દ દ્વારા અભિધેય ( સુચિતપદાર્થ ) તે અર્થ, પ્રતિમા વિગેરે આલંબન, આ ત્રણેમાં ઉપયોગવાળા થવુ જોઈએ. તેમાં આલંબન આ રીતે ભાવવું. “ આઠ પ્રાતિહાર્યાવર્ડ સકલ જગતને આશ્ચર્ય પમાડનાર, મનેાહર કાંતિવાળા, સભામાં વિકસ્વર ષ્ટિ દ્વારા લાકોને અમૃતના ફુવારાથી સિંચતા, સમસ્ત લક્ષ્મીના કારણરૂપ, આન પૂર્વક સકલ–દેવા અને મનુષ્યાથી સેવાતા, એવા અત્યંત મહિમાશાળી અરિહંત પરમાત્માનું આલંબન ચૈત્યવંદન કરનારે લેવું જોઈએ. (૯) મુદ્રાત્રિક :–
જિનમુદ્રા, ચેાગમુદ્રા અને મુક્તાશક્તિ મુદ્રા. અશુભ મન-વચન-કાયાનું નિયંત્રણ અને શુભ મન-વચન-કાયાનું પ્રવર્તન કરી, કાયાને સ્થિર કરી, હાથને કમળના ડાડાના આકારે કરી, મનમાં સુંદર ચરિત્રવાળા, અર્ચિત્ય ચિંતામણી સમાન વંદનીય અરિહંતને સ્થાપન કરી, મધુરતામાં મધ કરતાં પણ મીઠી મધુરી વાણીથી પ્રણિધાનસૂત્રનું ઉચ્ચારણ કરે.
પ‘ચાંગ પ્રણિપાત એટલે પૉંચાંગ મુદ્રાવર્ડ પ્રણિપાત. પાંચ અંગોને વિવક્ષિત ક્રિયામાં વાપરવા તે પંચાંગ. અહીં મુદ્રાના અંગવિન્યાસ થતા હેાવાથી પ'ચાંગી મુદ્રા કહેવી ચેાગ્ય છે.