________________
૮૪. પાંચ પ્રકારના અવગ્રહ
૩૬૭ તિર્થોલેકની મધ્યમાં મેરૂ પર્વતના મધ્ય ભાગમાં ઉપર નીચેના પ્રતરરૂપ એક પ્રદેશવાળી તિ૭િ શ્રેણી છે. તે શ્રેણી વડે આખાય લેકના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ– એમ બે ભાગ થાય છે.
દક્ષિણાર્ધની માલિકી શક્રેન્દ્રની હોય છે અને ઉત્તરાર્ધની માલિકી ઈશાન ઈન્દ્રની હોય છે. તેથી દક્ષિણાર્ધમાં રહેલા સાધુઓએ દક્ષિણ દિશાના એટલે દક્ષિણ લેકાર્થના અધિપતિ શક્રેન્દ્રની રજા લેવી અને ઉત્તરાર્ધમાં રહેનારા સાધુઓએ ઇશાનેન્દ્રની રજા લેવી.
૨. ચકવર્તી વગેરે રાજાઓની જેટલા ક્ષેત્ર પ્રમાણ માલિકી હોય, તેટલા ક્ષેત્રની જે રજા લેવાય તે રાજાવગ્રહ. તે રાજાવગ્રહ તિચ્છ માગધ વગેરે તીર્થોમાં જ્યાં સુધી ચક્રવર્તીનું બાણ જાય તેટલું, ઉંચે ક્ષુલ્લક હિમવંતગિરિ પર ચેસઠ ૬૪ જન અને મતાંતરે ૭૨ યોજન સુધીને કલ્પચૂણિમાં કહ્યું છે કે, “ઉદર્વમાં ક્ષુલ્લહિમવંતકુમારની મર્યાદા સુધી બાણ જાય. ત્યાં સુધી. અવગ્રહ જે ચોસઠ અથવા ૭૨ જન છે. નીચે ખાડા-કૂવા વગેરેમાં પણ સમજી લેવું. તેથી ભરતક્ષેત્રમાં ભરત ચક્રવર્તીની સાધુએ રજા લેવી જોઈએ. કેમકે ભરત ચક્રવર્તી છ ખંડના રાજા છે. ઉપલક્ષણથી તે-તે સમયે સગર વગેરે જે ચક્રવર્તી રાજા હોય, તેની રજા લેવી. એમ ઐરાવતક્ષેત્રમાં રહેલા, ત્યાં ત્યાંના ચક્રવર્તીની રજા લેવી.
૩. ગૃહપતિ એટલે દેશ મંડલને નાયક. તેના ક્ષેત્રમાં વસતા સાધુઓએ તેની પણ ૨જા લેવી.
૪. સાગારિક એટલે શય્યાપતિ વસતિનો સ્વામી. તેની રજા લઈ વાડ, વરંડાથી યુક્ત ઘર વગેરેના અવગ્રહમાં રહેવું. આ તિર્થો અવગ્રહ છે. અધઃ એટલે નીચે ગૃહપતિ અને સાગરિકના વાવડી, કૂવા, ભયરા વગેરેને, ઊંચે પર્વત, ઝાડ, શિખર સુધીને અવગ્રહ પણ સમજી લે.
૫. જેમને સમાન ધર્મ હોય તે સધર્મ તે ધર્મ આચરે તે આચાર્ય ઉપાધ્યાય વગેરે સાધર્મિક જાણવા.
જે ક્ષેત્રમાં એટલે નગરમાં આચાર્ય ચોમાસુ કર્યું હોય, તે નગરથી પાંચ ગાઉ સુધી તે આચાર્યને ક્ષેત્રથી અવગ્રહ હોય છે. અને કાલથી તે વકાલ પછી બે મહિના સુધી અવગ્રહ હોય છે. .
દેવેન્દ્ર વગેરે પાંચ અવગ્રહોમાં દેવેન્દ્ર વગેરેની રજા વગર સાધુઓએ ક્યારેય પણ રહેવું ખપે નહીં. અહીં આગળ આગળના અવગ્રહથી પાછળ પાછળ અવગ્રહ બાધિત થાય છે. રાજાના અવગ્રહથી દેવેન્દ્રનો અવગ્રહ બાધિત થાય છે. કારણકે રાજાના અવગ્રહમાં રાજાની જ પ્રધાનતા છે, દેવેન્દ્રોની નહીં. માટે ત્યાં રાજાની જ રજા લેવાની