________________
૩૬૮
પ્રવચનસારોદ્ધાર
હોય છે. દેવેન્દ્રની નહીં–એ પ્રમાણે રાજાને અવગ્રહ પણ ગૃહપતિના અવગ્રહથી બાધિત થાય છે. તે ગૃહપતિને અવગ્રહ પણ સાગરિકના અવગ્રહથી બાધિત થાય છે. તે સાગરિકને અવગ્રહ પણ સાધર્મિકના અવગ્રહથી બાધિત થાય છે. (૬૮૨ થી ૬૮૪)
૮૫. બાવીસ પરિષહે खुहा १ पिवासा २ सी ३ उण्हं ४, दसा ५ चेला ६ रइ ७ स्थिओ ८ । चरिया ९ निसीहिया १० सेज्जा ११ अकोस १२ वह १३ जायणा १४ ॥६८५।। अलाभ १५ रोग १६ तणफासा १७, मल १८ सक्कार १९ परीसहा । पन्ना २० अन्नाण २१ सम्मत्तं २२, इइ बावीसं परीसहा ॥६८६॥
૧ ક્ષુધા, ર પિપાસા, ૩ શીત, ૪ ઉષ્ણ, પ દશ, ૬ અચલક, અરતિ, ૮ સ્ત્રી, ૯ ચર્યા, ૧૦ નધિકી, ૧૧ શય્યા, ૧૨ આકોશ, ૧૩ વધ, ૧૪ માંચા, ૧૫ અલાભ, ૧૬ રોગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મલ, ૧૯ સત્કાર, ર૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન, ૨૨ સમ્યક્ત્વ-એ બાવીસ પરિષહે છે.
ચારિત્રમાર્ગમાં સ્થિર રહેવા માટે અને કર્મની નિર્જરા માટે જે ચારે તરફથી સારી રીતે સહન કરાય, તે પરિષહ. તેમાં દર્શનપરિષહ અને પ્રજ્ઞા પરિષહ માર્ગ સ્થિરતા માટે છે. બાકીના વિસ પરિષહ નિર્જરા માટે છે.
આ બધાનો સંક્ષેપમાં આ પ્રમાણે ભાવાર્થ છે.
૧ ક્ષુધા -સર્વ વેદનામાં સુધાવેદના જઠર અને આંતરડાને બાળનારી હોવાથી મુખ્ય વેદના છે. તે વેદનાને આગમમાં કહેલી વિધિપૂર્વક એષણીયભક્ત વડે સમાવે અને અનેષણયભક્તને છેડે–એ રીતે સમ્યફ વેદના સહન કરનારને સુધાપરિષહનો વિજય થાય છે. પણ જે અષણીય આહાર ગ્રહણ કરે તે વિજય ન થાય. આ સમસ્ત પરિષહમાં અતિ દુસહ હેવાથી એની પ્રથમ પ્રરૂપણા કરી છે.
* ૨ પિપાસા – સુધાવેદનાથી પીડિત સાધુને સુધાવેદના શાંત કરવા માટે ઊંચનીચ ઘરમાં ફરતા શ્રમથી તરસ લાગે છે, તેથી પિપાસા પરિષહ બીજા સ્થાને છે. એ પ્રમાણે આગળના પરિષહમાં પણ એક બીજાના પછી કહેવામાં કારણ જાણવું.
પીવાની જે ઇચ્છા તે પિપાસા. તે પિપાસા અત્યંત વ્યાકુલતાનું કારણ હોવા છતાં પણ ઠંડા પાણીની માગણી કર્યા વગર સહન કરવું, તે પિપાસા પરિસહ. એષણય પાછું મળે તે જીવદયા પ્રેમીએ સમગ્ર અનેષણયના ત્યાગપૂર્વક શરીરને સાચવવું.