________________
પ્રવચનસારોદ્ધાર
ગરમ રમવાળી નેપાલની કામળી વગેરે તે બધાને આમાં સમાવેશ થાય છે. કહ્યું છે કે, બીજી પણ જે ઉબણ રેમવાળી કામળી વગેરે સર્વનો પણ આમાં જ સમાવેશ થાય છે.
૩ દઢાલિ-ધોતપોતિકા જે બ્રાહ્મામણોને પહેરવાનું કપડું. તે ઉપરાંત બે સરવાળી ત્રણ સરવાળી વગેરે સૂતરની પટ્ટીને પણ આમાં જ સમાવેશ થાય છે. કહ્યું છે કે, વિરતિ એટલે દેરડી વગેરે ઘણા ભેદને આમાં જ સમાવેશ થાય છે.
૪ પ્રાવારક-એટલે દશીવાળું વસ્ત્ર જે માણિકી (પછેડી) વગેરે છે. બીજાઓ તે પ્રાવાક એટલે મેટી કાંબળ અથવા પછેડી કહે છે.
પ નવતક-એટલે જીનનું કપડું (૬૭૯-૬૮૦)
હવે પેહવિ વગેરે પાંચને સારી રીતે જાણી શકાય માટે કમપૂર્વક તેમના પર્યાયવાચી એટલે બીજા નામો કહે છે. ૧. ખરડ, ૨. વરૂદ્દી, ૩. સલેમપટ, ૪. જીન પ. દશીવાળું વસ્ત્ર-આ પહવિ વગેરેના પર્યાયવાચી નામે છે. આ બધાની વ્યાખ્યા ઉપર થઈ ગઈ છે. (૬૮૦)
૮૪. પાંચ પ્રકારના અવગ્રહ :देविंद १ राय २ गिहवइ ३ सागरि ४ साहम्मि ५ उग्गहे पंच । अणुजाणाविय साहूण कप्पए सव्वया वसिउं ॥६८१॥
દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, સાગરિક અને સાધર્મિ-એમ પાંચ પ્રકારના અવગ્રહો છે તેથી તેમની રજા લઈને સાધુઓને રહેવું કલ્પ, નહીં તે રહેવું ન કલ્પ. (૬૮૧)
अणुजाणावेयव्यो जईहिं दाहिणदिसाहिवो इंदो १ । भरहमि भरहराया २ ज से छवखंडमहिनाहो ॥६८२॥ तह गिहववईवि देसस्स नायगो ३ सागरित्ति सेज्जवई ४ । साहम्मिओ य सूरी जंमि पुरे विहियव रिसालो ५ ।।६८३॥ तप्पडिबद्धं तं जाव दोणि मासे अओ जईण सया । अणणुन्नाए पंचहिवि उग्गहि कप्पइ न ठाउं ॥६८४॥
દક્ષિણ દિશાના અધિપતિ ઇ-કની, ભરતક્ષેત્રમાં છ ખંડના અધિપતિ ભરત રાજાની, ગૃહપતિ એટલે દેશના નાયક રાજાની, સાગરિક એટલે શાતરની અને સાધર્મિક એટલે ત્યાં જે આચાયે ચોમાસું કર્યું હોય, તે આચાર્યને અવગ્રહ. આ પાંચથી ક્ષેત્રને અવગ્રહ પ્રતિબદ્ધ છે. તે અવગ્રહ સાધુઓને હંમેશાં કાળથી બે માસ સુધીનો હોય છે. નૃપેન્દ્ર વગેરે પાંચમાંથી કેઈની પણ રજા ન હોય, તે એમના અવગ્રહમાં રહેવું કલ્પ નહીં.