________________
૮૩. દુષ્યપંચક अप्पडीले हियदूसे तूली १ उवहाणगं च २ नायव्यं । गंडवहाणा ३ ऽऽलिंगिणि ४ मसूरए ५ चेव पोत्तमए ॥६७७॥ पल्हवि १ कोयवि २ पावार ३ नवयए ४ तह य दाढिगाली य ५ । दुप्पडिलेहियदूसे एयं बीयं भवे पणगं ॥६७८।। દુષ્ય એટલે વસ્ત્ર. તે અપ્રત્યુપેક્ષ અને દુપ્રત્યુપેક્ષ–એમ બે પ્રકારે છે.
તેમાં જે બિલકુલ પડિલેહી ન શકાય, તે અપ્રત્યુપેક્ષ અને જેને સારી રીતે પતિલેહી ન શકાય, તે દુપ્રતિપક્ષ. તેમાં અપ્રત્યુપેક્ષિત દુષ્ય પંચક આ પ્રમાણે છે.
૧ તલી - સારૂ સંસ્કારીત રૂથી ભરેલું કે આકડાના રૂ થી ભરેલ સૂવા માટેનું ગાદલું તે ફૂલી.
૨ ઉપધાનક :- હંસની રોમરાજીથી ભરેલું ઓશિકું.
૩ ડોપધાનિકા - એશિકાન ઉપર કપોલ, (ગાલ) પ્રદેશ રાખવા માટે જે ૨ખાય તેને ગલ્લમસૂરિકા પણ કહેવાય છે.
૪ આલિગિનિ - જાનુ કેણી વગેરે જેના ઉપર રખાય તે આલિંગિનિ.
૫ મસૂરક વસ્ત્રનું કે ચામડાનું ગળાકારે બુરૂ વગેરે રૂ ભરીને બનાવેલ આસન વિશેષ તે મસૂરક. આ સર્વે પ્રાયઃ કરીને વસ્ત્રના જ બનાવેલ હોય છે.
દુપ્રત્યુપેક્ષિત પંચક કહે છે – પહવિ, કેયવિક, પ્રાવારક, નવતક તથા દેઢગાલિ આ પાંચ દુપ્રત્યુપેક્ષિત વસ્ત્ર પંચક છે. (૬૭૭-૬૭૮)
पल्हवि हत्थुत्थरणं कोयवओ रूयपूरिओ पडओ । दढगाली धोयपोती सेस पसिद्धा भबे भेया ।।६७९॥ खरडो १ तह वोरुट्ठी २ सलोमपडओ ३ तहा हवइ जीणं ४ । सदसं वत्थं ५ पल्हविपमुहाणमिमे उ पजाया ॥६८०॥
૧ પેહવિ :- હાથી પર પાથરવાનું પાથરણું. જે હાથીની પીઠ પર પથરાય છે તે ખરડ, બીજા પણ અ૫ રેમવાળા કે ઘણા રેમવાળા જે પાથરણા હોય તે બધાને આમાં સમાવેશ થાય છે. નિશિથચૂર્ણિમાં કહ્યું છે કે, જે ઊંટ પર મૂકવામાં આવે તે વડઅસ્તર કહેવાય. તે તથા બીજા પણ અપ રોમવાળા કે ઘણા રેમવાળા તે બધાય પહવિના ભેદ છે.
૨ કેયવિક- રૂ ભરેલ પટ જે વરૂદ્દી નામે ઓળખાય છે. તે તથા બીજી પણ જે