________________
૩૪૦
પ્રવચનસારોદ્ધાર
૬. આગળના દરવાજે શત્રુ વગેરેના પ્રવેશ રોકવા માટે ચાર સામર્થ્યવાન મુનિઓ ઉભા રહે.
૭. આહારનું પચ્ચખાણ હોવા છતાં પરિષહથી પીડાયને જે ક્યારેક અનશની આહાર ઈચ્છે છે તે કઈક પ્રત્યેનીક દેવતાધિષ્ઠિત થઈને માંગે છે કે કેમ? તેની પરીક્ષા કરવા માટે પહેલા તેને પૂછે કે તું કેણ છે, ગીતાર્થ કે અગીતાર્થ ? તે અનશન લીધું છે કે નથી લીધું? અત્યારે રાત છે કે દિવસ? આ પ્રમાણે પૂછતાં જે હકીકત હોય તે કહે તે જાણવું કે દેવતાધિષ્ઠિત નથી, પરંતુ પરિષહથી પીડિત થઈ માગે છે. તે જાણી તેને સમાધિ આપવા માટે કંઈક આહાર આપવો. જેથી તે આહાર બળ વડે પરિષહ જીતી અનશનને પાર પામે છે.
જે ભૂખથી પીડાયેલ આહાર ન કરે, તે આર્તધ્યાનથી મરી તિર્યંચ, ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થાય. ભવનપતિ વ્યંતરમાં ઉત્પન્ન થયેલ તે શત્રુ થઈ પાછળ રહેલા સાધુઓને ગુસ્સાથી ઉપદ્રવ પણ કરે
૮. ચાર સાધુઓ શરીરના દાહને ઠારવા વગેરે માટે પાણીની ગવેષણ કરે. ૯. ચાર સાધુઓ સ્થડિલ પાઠવે. ૧૦. ચાર સાધુઓ માતરુ પરઠવે.
૧૧. ચાર સાધુઓ બહારના ભાગે લેકેની આગળ મનને આશ્ચર્ય પમાડનારી મનહર ધર્મકથા કરે.
૧૨. ચારે દિશામાં શુદ્રોપદ્રવની રક્ષા કરનારા, સહસંધી-મહામલ્લ જેવા ચાર મુનિઓ રહે. (૬૩૧-૬૩૪)
ते सव्वाभावे ता कुज्जा एकेकगेण ऊणा जा । तप्पासट्ठिय एगो जलाइअण्णेसओ बीओ ॥६३५॥
તે નિર્યામકે જે પૂરા અડતાલીસ ન મળે, તે એકેક ઓછા કરતા જઘન્ય બે નિર્યામક તે અવશ્ય કરવા. તેમાં એક હંમેશાં અનશની સ્વીકારનારની પાસે જ નજીકમાં કાયમ રહે. અને બીજો પાણી વગેરેની ગષણ માટે તથા આહાર વગેરે લાવવા માટે ફરે એક નિર્ધામક હોય, તે અનશનને સ્વીકાર કરવો નહીં. કહ્યું છે કે “જે એક નિર્ધામક હોય ને અનશન સ્વીકારે તે તેને આત્મા અને પ્રવચનનો (શાસન) ત્યાગ કરેલ છે. તેથી બીજા નિર્યામકેનો અભાવ હોય, તે બીજે (બે). નિર્ધામક અવશ્ય કરે. (૬૩૫)