________________
૭૧. પચ્ચીસ શુભભાવના इरियासमिएसया जए १, उवेह भुजेज्ज व पाणभोयणं २। आयाणनिक्खेवदुगुंछ ३ संजए, समाहिए संजयए मणो ४ वई ५ ॥६३६॥
પ્રાણાતિપાત વગેરેના ત્યાગરૂપ મહાવતેને દઢ કરવા માટે જે ભાવી શકાય તે ભાવના. જેમાં વિદ્યાને વારંવાર ન વિચારાય તો તે મલિન થાય. તેમ મહાવ્રતોને પણ ભાવનાઓ વડે સાવિત ન કરાય તે, મહાવ્રત મલિન થાય. તે ભાવના દરેક મહાવ્રતની પાંચ પાંચ છે. તેમાં પહેલા મહાવ્રતની પાંચ ભાવના કહે છે. પહેલા મહાવ્રતની ભાવના :
૧. જવું–ગમન કરવું તે ઈર્યા, તેમાં સમિતિ એટલે ઉપગ. તે ઈર્યાસમિતિ કહેવાય. જે સમિતિમાં ઉપગવાળો ન હોય, તે જીવોની હિંસા કરે છે. આ પહેલી ભાવના.
૨. હંમેશાં સમ્યગ ઉપગપૂર્વક જોઈને ભેજન પાણી ગ્રહણ કરે. આને તાત્પર્યાર્થ આ રીતે છે. દરેક ઘરે પાત્રમાં રહેલ પિંડને તેના સંબંધીત છે અથવા આવતા જીવોની રક્ષા માટે આંખ વગેરેના ઉપગપૂર્વક સારી રીતે જોવું અને વસ્તિમાં આવી પ્રકાશવાળી જગ્યાએ રહીને ભોજન પાણીને સારી રીતે જોઈને ઉપયોગ કરે. પડિલેહીને જોયા વગર ખાનારને જીવ હિંસાનો સંભવ છે. તે બીજી ભાવના.
૩. પાત્રા વગેરેને લેવા મૂકવામાં આગમમાં જે નિષેધ કરેલ હોય, તે ન કરે તે આદાન-નિક્ષેપ જુગુપ્સક કહેવાય. આગમાનુસાર પડિલેહણ પ્રમાર્જનાના ઉપગપૂર્વક ઉપાધિ વગેરે લેવા મૂકવાનું કરે. જુગુપ્સક જીવ હિંસા કરનાર થાય છે. તે ત્રીજી ભાવના.
૪. સમાધિવાળો સાધુ, અદુષ્ટ મનને પ્રવર્તાવે છે. એટલે સમાધિ ઇરછત સાધુ મનને દુષ્ટ ન બનવા દે. કેમકે દુષ્ટ મન કરવાથી ભલે કાયસંલિનતા વગેરે હોય, છતાં કર્મબંધ થાય છે. કહેવાય છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનગુપ્તિ વડે અહિંસાવ્રતને ન ભાવવાથી હિંસા ન કરવા છતાં, સાતમી નરક પૃથ્વી ચગ્ય કર્મ બાંધ્યા. તે ચેથી ભાવના.
૫. વાણી પણ અદુષ્ટ વાપરે. દુષ્ટ વાણી પ્રયોગ કરવાથી જીવોની હિંસા થાય. તે પાંચમી ભાવના. તત્વાર્થસૂત્રમાં પાંચમી વચનસંયમને બદલે એષણ સમિતિ કહી છે. (૬૩૬) બીજા મહાવ્રતની ભાવના :
अहस्ससञ्च ६ अणुवीय भासए ७, जे कोह ८ लोह ९ भय १० मेव वज्जए । से दीहरायं समुपेहिया सया, मुणी हु मोसंपरिवज्जए सिया ॥६३७॥