________________
૩૩૯
૭૦. નિર્ધામક મુનિ ૧૪. માતરું કરાવીને પાઠવનારા. ૧૧. બહાર ધર્મકથા કરનારા. ૧૨. પૂર્વ વગેરે ચારે દિશામાં સહસ્ત્રાધિ જેવા સમર્થ સાધુઓ. - ઉપરોક્ત બારે પદમાં દરેકમાં ચાર ચાર સાધુઓ રહેતા હોવાથી તે બાર પદેને ચારે ગુણતાં નિમકોની સંખ્યા અડતાલીસ થાય છે.
બીજાઓ થંડિલ અને મારુ બંનેના પરિઝાન માટે ચાર સાધુઓ કહે છે. અને ચારે દિશામાં બબ્બે મહાદ્ધા જેવા આઠ સાધુઓ માને છે. અને આ પ્રમાણે અડતાલીસ સાધુઓ કહ્યા છે. (૬૨–૬૩૦)
उव्वत्तंति परावत्तयति पडिवण्णअणसणं चउरो १ । तह चउरो अभंतर दुवारमूलंमि चिट्ठति २ ॥६३१।। संथारयसंथरया चउरो ३ चउरो कहिंति धम्म से ४ । चउरो य वाइणो ५ अग्गदारमूले मुणिचउकं ६ ॥६३२॥ चउरो भत्तं ७ चउरो य दाणियं तदुचियं निहालंति ८ । चउरो उच्चारं परिद्ववंति ९ चउरो य पासवणं १० ॥६३३।। चउरो बाहिं धम्म कर्हिति ११ चउरो य चउसुवि दिसासु । चिट्ठति १२ उवद्देवरक्खया सहसजोहिणो मुणिणो ॥६३४॥
હવે સૂત્રકાર પોતે જ આ પદનું વિવરણ કરે છે.
૧. ઉત્સર્ગથી અનશની પતે જાતે જ ઉદ્વર્તન વગેરે કરે. પોતે ઉદ્દવર્તન વગેરે ન કરી શકે, તે તે અનશનીને ચાર સાધુ ઉદ્વર્તન અને પડખાનું પરાવર્તન કરાવે. ઉદવર્તનના ઉપલક્ષણથી ઉઠવું, બેસવું, બહાર નીકળવું, અંદર પ્રવેશવું, ઉપધિ પડિલેહવી વગેરે તેમના સંબંધી જે પરિશ્રમ (સેવા) તે તેઓ જ કરે છે.
૨. અત્યંતરદ્વારના આગળ લોકોના ધસારાને રોકવા માટે ચાર સાધુઓ ઉભા રહે, લોકોના ધસારાના કારણે ક્યારેક અનશનીને અસમાધિ પણ થાય.
૩. ચાર સાધુઓ તે સાધુને અનુકૂલ સુખ સ્પર્શવાળો અને સમાધિવર્ધક સંથારો પાથરે.
૪. વિશિષ્ટદેશનાલબ્ધિસંપન ચાર સાધુઓ સતત અનશનીને તત્ત્વને જાતે હોવા છતાં પણ સંવેગભાવને ઉલ્લસિત કરનાર ધર્મકથાઓ કરે છે.
પ. તે અનશની સાધુની શ્રાવક લેક વડે અતિશય પ્રભાવના કરાતી જોઈને કઈ દુરાત્માથી તે સહન નહીં થતાં સર્વજ્ઞ મતને પરાજિત કરવા માટે વાદ કરવા આવે તે તેને હરાવવા, ચાર પ્રમાણ પ્રવિણ અને વાચાળ વાદિ મુનિઓ તૈયાર રહે.