________________
૬૬. ચરણસિત્તરિ
૩૧૧ સેંકડો મોજાથી વ્યાપ્ત સમુદ્ર પૃથ્વીને ડૂબાડતું નથી, જે સમસ્ત પૃથ્વી ઉપર મેઘ પાણી વડે વર્ષે છે. જગતમાં ચંદ્ર સૂર્ય ઉગીને સર્વ અંધકારનો નાશ કરે છે-આ સર્વ જે થાય છે, તે નકકી ધર્મને જ પ્રભાવ છે.
બંધ વગરના માટે બધુ સમાન, મિત્ર વગરના માટે મિત્ર જેવો, રોગથી પીડાચેલાના માટે સારા વૈદ્ય જે, નિર્ધનપણથી દુઃખી મનવાળાના માટે ધન સમાન, અનાથ માટે નાથ સમાન, ગુણ રહિત માટે ગુણોના ભંડાર સમાન, એવા હિતેના સમૂહને ઉત્પન્ન કરનાર ધર્મ જ એક જય પામે છે.
અરિહંતાએ કહેલ આ ધર્મ જ સત્ય છે. એ પ્રમાણે ભાવના ભાવતાં સર્વ સંપત્તિકર ધર્મમાં બુદ્ધિમાને દઢ થવું જોઈએ.
આ ભાવનાઓમાંથી એક પણ ભાવનાને જે જે ભવ્યાત્મા સતત ભાવે છે. તે દુઃખદાયક સમસ્ત પાપને હણે છે. જેને સમસ્ત જૈન સિદ્ધાંતને અભ્યાસ કર્યો હોય, તેને આ બારે ભાવનાને અભ્યાસ આદરપૂર્વક કરવો જોઈએ. જે ભાવનાને અભ્યાસ કરે છે તે અનુપમ સુખને પામે છે. તેમાં આશ્ચર્ય શું છે? (પ૭૨–૫૭૩) પ્રતિમા :
હવે બાર પ્રતિમાનું પ્રતિપાદન કરે છે. मासाई सत्ता ७ पढमा ८ बिइ ९ तइय सत्तराइदिणा १० । अहराइ ११ एगराई १२ भिक्खूपडिमाण बारसगं ॥५७४॥
એકથી સાત માસની એક માસિકી વગેરે સાત પ્રતિમાઓ, આઠમી, નવમી, દશમી પ્રતિમા સાત રાત-દિવસની, અગ્યારમી અહોરાત્ર પ્રમાણુની અને છેલ્લી બારમી એક રાત્રી પ્રમાણુની-એમ બાર ભિક્ષુપ્રતિમા છે,
એક એક માસની વૃદ્ધિપૂર્વક સાત માસ સુધીની સાત પ્રતિમાઓ છે. તેમાં એક મહિનાના પ્રમાણની એક માસિકી પહેલી, બે માસ પ્રમાણની બે માસિકી બીજી, ત્રણ મહિનાની ત્રિમાસિકી ત્રીજી, એમ સાત મહિના પ્રમાણની સસ માસિકી સાતમી પ્રતિમા છે.
આ પ્રતિમાની ઉપર પહેલી સાત રાત્રિ દિવસ પ્રમાણુની આઠમી, બીજી સાત રાત દિવસ પ્રમાણની નવમી અને ત્રીજી સાત રાત્રિ-દિવસ પ્રમાણની દશમી પ્રતિમા છે.
સંપૂર્ણ રાત-દિવસ પ્રમાણની અગ્યારમી પ્રતિમા અને એક રાત્રિ પ્રમાણની બારમી પ્રતિમા–એમ સાધુની પ્રતિજ્ઞા વિશેષ બાર ભિક્ષુ પ્રતિમાઓ છે. (૫૭૪)