________________
૩૧૨
પ્રવચનસારોદ્ધાર:
पडिवज्जइ एयाओ संघयणधिइजुओ महासत्तो । पडिमाओ भावियप्पा सम्म गुरुणा अणुन्नाओ ॥५७५।। गच्छेच्चिय निम्माओ जा पुव्वा दस भवे असंपुण्णा । नवमस्स तइय वत्थु होइ जहण्णो सुआभिगमो ॥५७६।। वोसट्टचत्तदेहो उवसग्गसहो जहेव जिणकप्पी । एसणअभिग्गहीया भत्तं च अलेवडं तस्स ॥५७७॥
આ પ્રતિમાઓ સંઘયણ અને વૈર્યયુક્ત, મહાસત્ત્વશાળી, સમ્યકુ પ્રકારે ભાવિતાત્મા, ગુરુની અનુજ્ઞાપૂર્વક સ્વીકારે છે. ગચ્છમાં રહીને જે આહારાદિ વિષયમાં તૈયાર થયેલ હોય, (ઉત્કૃષ્ટથી) સંપૂર્ણ દશ પૂર્વ અને જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનો અભ્યાસ કરેલ હોય, હમેશા જિનકલ્પીની જેમ કાઉસ્સગ મુદ્રાઓક્ત દેહવાળ હોય, ઉપસર્ગને સહનાર, અભિગ્રહ યુક્ત ભિક્ષાવાળા તથા અલેપકૃત ભેજનને ગ્રહણ કરનારા હોય છે.
ઉપરોક્ત પ્રતિમાઓ વાઋષભનારાચ વગેરે પહેલા ત્રણ સંઘયણમાંથી કોઈ પણ સંઘયણવાળો જ સ્વીકારી શકે છે. કારણ કે તે જ પરિસહ સહન કરવામાં અતિ સમર્થ હોય છે.
ચિત્ત સ્વાથ્યરૂપ તિથી યુક્ત એવા ઘતિમાન આત્માને રતિ-અરતિની બાધા હોતી નથી. મહાસત્ત્વશાળી અનુકૂળ પ્રતિકૂલ ઉપસર્ગોમાં હર્ષ વિષાદ ધારણ કરતો નથી. સદ્દભાવનાથી ભાવિત અંત:કરણવાળ પ્રતિમા સ્વીકારી શકે છે.
તે પ્રતિમા સ્વીકારનારને તપ, સવ, સૂત્ર, એકત્વ અને બળ-એમ પાંચ પ્રકારે તુલના કરવાની કહી છે. (આ પાંચ તુલનાનું સ્વરૂપ આગળ કહ્યું છે.)
ગુરુ એટલે આચાર્યની અનુમતિ પૂર્વક અથવા જે આચાર્ય પોતે જ પ્રતિમા સ્વીકારનાર હોય તે ગ૭ અથવા સ્થાપિત આચાર્યની અનુમતિપૂર્વક પ્રતિમાને સ્વીકાર કરે.
સાધુ સમુદાયરૂપ ગચ્છમાં જ રહીને આહારાદિ વિષયક પ્રતિમા ક૫ તથા આહારાદિ વિષયક પરિકમમાં જે નિષ્ણાત થયેલ હોય, તે સ્વીકારે છે. કહ્યું છે કે
પ્રતિમાકલ્પતુલ્ય બે પ્રકારનું આહાર અને ઉપધિ વગેરે વિષયક પરિકમ ગચ્છમાં રહીને જ કરે છે. પછી ક૫ સ્વીકારે છે.
પરિકમનું પ્રમાણુ-માસિકી વગેરે સાત પ્રતિમામાં જે પ્રતિમાનું જે પ્રમાણ હોય, તેટલું જ પ્રમાણુ પરિકર્મનું છે. વર્ષાઋતુમાં આ પ્રતિમાઓનો સ્વીકાર ન કરાય અને પરિકમ પણ ન કરાય. પહેલી બે પ્રતિમાનું પરિકમ અને પ્રતિમા એક જ વર્ષમાં થાય છે. ત્રીજી અને ચોથી પ્રતિમા એક એક વર્ષમાં, બીજી ત્રણ પ્રતિમાઓને એક. વર્ષમાં પરિકર્મ અને બીજા વર્ષે પ્રતિમા–એમ નવ વર્ષે પહેલી સાત પ્રતિમાઓ પૂરી થાય...