________________
૩૧૦
પ્રવચનસારોદ્ધાર:
તેના ઉપરના છેલ્લા પેજનના ત્રણ ગાઉ ગયા પછી ચેથા ગાઉના છઠ્ઠા ભાગમાં નિરામયી સિદ્ધો રહ્યા છે. તે સિદ્ધ હંમેશા અનંત સુખ, જ્ઞાન, વીર્ય, સદર્શનવાળા, લેકાંતને અડી, પરસ્પર અવગાહીને શાશ્વતકાળ માટે રહેલા છે.
આ પ્રમાણે લેક વિષયક ભાવના ભાવતાં ભવ્યાત્માનું મન સંસારના કારણ રૂપ વિષય સમૂહમાં દોડતું નથી. પણ અન્ય અન્ય પદાર્થોની ભાવનાથી જાગેલા જ્ઞાનથી ધર્મધ્યાનમાં વધુ સ્થિર થાય છે.
૧૧. બોધિદુર્લભ ભાવના :- આ ભયંકર સંસારમાં અનંતા પુલ પરાવર્તાથી. જીવ પોતાના કઠોર કર્મો વડે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિમાં ફરતાં ફરતાં ઘણી અકામનિર્જરા દ્વારા શુભ પુણ્ય પ્રાપ્ત કરીને દુર્લભ એવા બેઈદ્રિય, ઇંદ્રિય વગેરે ત્રસપણને પામે છે. તે ત્રાણામાં પણ આર્યક્ષેત્ર, સુજાતિ, સસ્કુલ, નિરોગી શરીર, સંપત્તિ, વિશાળ રાજ્ય, સુખ વગેરે કર્મની લઘુતાના કારણે પ્રાપ્ત કરે છે.
પરંતુ તવાતવને વિવેક કરવામાં કુશળ સર્વજ્ઞ દર્શિત અને અક્ષય ક્ષસુખને ઉત્પન્ન કરનારી એવી બોધિને છે કે ઈ પણ જગ્યાએ પ્રાપ્ત કરી નથી. જે આ જીવોએ. એક વખત પણ બેધિ પ્રાપ્ત કરી હતી, તે આટલો વખત તે જીવોનું પર્યટન ન થાય. આ જીવે દ્રવ્યચારિત્ર તો ઘણીવાર પ્રાપ્ત કર્યું છે પણ સમ્યગ જ્ઞાન કરાવનારી બાધિ કદીયે પ્રાપ્ત કરી નથી. ભૂતકાળમાં જે સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે-તે સર્વે એ બેધિના મહિમાથી જ થાય છે, માટે દુર્લભ એવી બોધિની ઉપાસના કરવી જોઈએ.
૧૨. ધર્મકથકઅરિહંતની ભાવના :- અરિહંતે કેવળજ્ઞાનના પ્રકાશથી કાલોકને જેનાર હોવાથી યથાર્થ ધર્મ કહેવા માટે સમર્થ છે, બીજાએ નહીં વિતરાગો જ સર્વત્ર પરાર્થકરણમાં તત્પર હોવાથી કેઈપણ સ્થાને અસત્ય બોલતા નથી, માટે તેમને ધમ સત્ય છે. - જિનેશ્વરએ ક્ષમા વગેરે દશ પ્રકારે ધર્મ કહ્યો છે. જે ધર્મને કરવાથી જીવો. સંસારમાં ડૂબતા નથી.
હિંસાદિ કરાવનારા, પૂર્વાપર વિરૂદ્ધ, વિચિત્ર સ્વરૂપવાળા વચનને પિતાની ઈચ્છા મુજબ રચતા, કુતિર્થિઓ વડે રચાયેલા ધર્મ, સદ્દગતિના વિરોધી હોવાથી સંપૂર્ણ ધર્મ ન કહેવાય. તેમના સિદ્ધાંતમાંથી જે કાંઈ સત્ય, દયા વગેરેની વાત જણાય છે, તે વચન માત્ર છે પણ તાત્વિક નહીં.
જે શ્રેષ્ઠ મેદોન્મત્ત હાથીઓના સમૂહવાળું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે, સમસ્ત લોકોને આનંદ આપનાર વૈભવ મળે છે, પૂર્ણ ચંદ્ર સમાન તેજસ્વી ગુણેનો સમૂહ પ્રાપ્ત થાય. છે. પરમ ઉચ્ચ કેટીનું સૌભાગ્ય મળે છે–આ બધે ધર્મને જ પ્રભાવ છે.