________________
૬૬, ચરણસિત્તરી
૩૦૯ જબૂદ્વીપમાં બે બે લવણ સમુદ્રમાં ચાર ચાર, ધાતકી ખંડમાં બાર બાર, કાલોદધિમાં ૪૨-૪ર. અને પુષ્કરાર્ધદ્વીપમાં ૭૨-૭૨ સૂર્ય ચંદ્ર ફરે છે. આ પ્રમાણે મનુષ્યક્ષેત્રમાં એસે બત્રીસ ચંદ્રો અને સૂર્યો છે.
માનુષોત્તરપર્વત પછીના દ્વીપ–સમુદ્રમાં સૂર્યથી ચંદ્ર અને ચંદ્રથી સૂર્ય પચાસ હજાર જનનાં અંતરે રહેલા છે. અને મનુષ્યક્ષેત્રના સૂર્ય ચંદ્રના પ્રમાણથી અર્ધ પ્રમાણુ યુક્ત છે અને તે તે ક્ષેત્રની પરિધિ વધવાના કારણે દરેકની સંખ્યા વધે છે. એ રીતે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઘંટાકારે શુભ અને મંદ વેશ્યાવાળા હંમેશાં સ્થિર રહેલા અસંખ્યાતા સૂર્ય-ચંદ્રો છે.
સમભુતલાથી દેઢ રાજલક ગયા પછી વિપુલ સંપત્તિવાળા સૌધર્મ અને ઈશાન નામના દેવલોક છે અને અઢીરાજલક ગયા પછી ઉત્તર-દક્ષિણ દિશામાં સનતકુમાર અને માહેન્દ્ર નામના મનોહર બે દેવલોક છે.
તેના ઉપર ઉર્વલકના વચ્ચે બ્રહ્મ નામનો દેવલોક છે. તેની ઉપર લાંતક, તેની ઉપર મહાશુક અને તેની ઉપર સહસ્ત્રાર નામે દેવલોક પાંચમા રાજકમાં છે. તે પછી એક ઈંદ્રવાળા, ચંદ્રની જેમ ગોળાકાર આનત અને પ્રાકૃત નામે બે દેવલેક છે. તે પછી છઠ્ઠા રાજકમાં એક ઈંદ્રવાળા ચંદ્ર જેવા ગોળ આકારે આરણ અને અશ્રુત નામે બે દેવક છે. આ પ્રમાણે બાર દેવલોક કહ્યા.
ત્રણ અધતન રૈવેયક, ત્રણ મધ્યમરૈવેયક અને ત્રણ ઉપરિતનવેયક છે. એમ કુલ નવ દૈવેયક છે.
તેના ઉપર પાંચ અનુત્તર વિમાને છે. પૂર્વ દિશામાં વિજય, દક્ષિણ દિશામાં વૈજયંત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિત અને આ ચારેની મધ્યમાં સર્વોત્તમ સર્વાર્થસિદ્ધ નામે પાંચમું વિમાન છે.
સૌધર્મદેવલથી સર્વાર્થ સિદ્ધ સુધીના આ બધા દેવો આયુષ્ય, પ્રભાવ, વેશ્યા, વિશુદ્ધિ, અવધિજ્ઞાન, તેજ અને સુખ વગેરેમાં આગળ આગળના દેવોથી ઉત્તરોત્તર વધતા પ્રમાણવાળા છે અને શરીર, ગતિ, ગર્વ તથા પરિગ્રહમાં હીન હીન પ્રમાણુવાળા છે.
પહેલા બે દેવલોકના વિમાને ઘનેદધિ પર રહેલા છે. તે પછી ત્રણ દેવલોકના વિમાન વાયુ પર રહેલા છે. પછી ત્રણ દેવલોકના વિમાને વાયુ અને ઉદધિ પર રહેલા છે. તેના ઉપરના સર્વ દેવકના વિમાન આકાશ ઉપર રહેલા છે. આ પ્રમાણે ઉર્વલેકમાં વિમાનની રહેવાની સ્થિતિ કહી.
સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર જન ઉપર ગયા પછી હિમ જેવી સફેદ ૪૫ લાખ જન લાંબી પહેલી અને ગોળાકાર તથા વચ્ચે આઠ જન જાડાઈવાળી શુદ્ધ સ્ફટિક જેવી નિર્મળ, જિનશાસનમાં પ્રસિદ્ધ સિદ્ધશિલારૂપ ઈષતૃપ્રાભાર નામે પૃથ્વી છે.