________________
૬૬. ચરણસિત્તરી
6, અંધ અંધ પાસે ભિક્ષા ગ્રહણ કરવાથી અપભ્રાજના થાય કે, અરે આ લોકે કેવા ખાઉધરા છે, કે જે આપી ન શકે એવા અંધ પાસેથી પણ ભિક્ષા લે છે. તથા અંધ જેતે ન હોવાથી જમીન પર રહેલ ષડૂજીવનિકાયને વિરાધે. અંધ પત્થર વગેરે સાથે ઠેકર લાગવાથી જમીન પર પડી પણ જાય, તેથી ભિક્ષા આપવા માટે ઉપાડેલ થાળી વગેરે હાથમાંથી પડવાના કારણે ભાંગી જાય અને સાધુના પાત્રાની બહાર નાંખવાના કારણે ગોચરી ઢોળાય જાય.
તે અંધ પણ છેકરા વગેરેને હાથ પકડી જયણાપૂર્વક આપે તે ખપે.
7. બાળક –બાળક એટલે જન્મથી આઠ વર્ષની અંદર હોય છે તે. જે તેની માતા વગેરે હાજર ન હોય અને આપવાના પ્રમાણને ન જાણતું હોવાથી વધારે ભિક્ષા આપી દે, તે “અરે ! આ સાધુ સારા આચારવાળા નથી પણ લૂંટારા છે? એ પ્રમાણે હાલના થાય અને માતા વગેરેને સાધુ ઉપર દ્વેષ થઈ જાય.
જે માતા વગેરે કઈ કારણ પ્રસંગે બહાર જતી વખતે કહ્યું હોય કે, સાધુ આવે ત્યારે તારે આ આ ચીજો આપવી તે ખપે. અથવા મા વગેરેએ કહ્યું ન હોય છતાં પણ ડુંક કંઈક આપે તે લે. આ પ્રમાણે લેવાથી માતા વગેરેની સાથે ઝઘડા વગેરે થવાનો સંભવ રહેતું નથી.
8. મત્ત મત્ત એટલે દારૂ વગેરે પીધેલ હોય છે. તે ભિક્ષા આપે તે નશે કરેલ હોવાથી કદાચ સાધુને ભેટી પડે. પાત્રા ભાંગી નાખે અથવા ગોચરી આપતા આપતા પીધેલ દારૂની ઉલટી કરે કે ઉલટી કરતા સાધુને કે સાધુના પાત્રાને ખરડી નાખે. તેથી લોકમાં જુગુપ્સા થાય કે આ સાધુઓને ધિક્કાર છે કે, જેઓ નશાર પાસેથી ભિક્ષા લે છે. તથા કેઈ નશાખોર નશામાં ચકચૂર હોવાથી, હે મુંડિયા ! અહીં કેમ આવ્યો છે? એ પ્રમાણે બેલ ઘાત પણ કરે.
9. ઉન્મત્ત –ઉન્મત્ત એટલે અભિમાની અથવા ગ્રહ-ભૂત–વગેરેથી ઘેરાયેલ હોય. આમાં પણ ઉપરોક્ત જ ઉલટી સિવાયના આલિંગન વગેરે દોષે જાણવા.
મત્ત પણ જે ભદ્રિક અને નશા વગરને હોય અને ત્યાં કેઈ ગૃહસ્થ ન હોય, તે તેના હાથે પણ ખપે. બાકી ન ખપે. ઉન્મત્ત પણ જો પવિત્ર અને ભદ્રિક હય, તે ખપે.
10. કપાયેલ હાથવાળ –છિન્નકર એટલે હાથ કપાયેલ હોવાથી પેશાબસંડાસ વગેરેમાં પાણી શૌચના અભાવથી અપવિત્ર જ હોય છે. તેના હાથે લેવાથી કે નિદા કરે. હાથ ન હોવાથી જે વાસણ વડે ભિક્ષા આપે, તે વાસણ કે દેય વસ્તુ જમીન પર પડે. તેથી છ જવનિકાયની હિંસા થાય.
11. કપાયેલ પગવાળે છિન્નચરણમાં પણ આ દેશે જ જાણવા. પગ