________________
૨૯૪
પ્રવચનસારોદ્ધાર ન હોવાથી ભિક્ષા આપવા માટે ચાલતા-ચાલતા પડી જાય તથા જમીન પર રહેલ કીડી વગેરે ઘણા જીવને નાશ થાય.
કપાયેલ હાથવાળ પણ જે ગૃહસ્થનો અભાવ હોય, ત્યારે આપે તે જયણાપૂર્વક લઈ શકાય. કપાયેલ પગવાળો પણ ગૃહસ્થ ન હોય, ત્યારે બેઠા બેઠા આપે તે લઈ શકાય.
12. ગળ-કેહવાળે ગળતા કઢવાળા પાસેથી લેવાથી તેને શ્વાસોશ્વાસ, ચામડીને સ્પર્શ, અર્ધપફવ લેહી, પરસે, મેલ, લાળ વગેરે વડે ચેપ લાગવાથી સાધુને કેઢ રેગને સંક્રમ થાય. જે તે કોઢ ફક્ત મંડલ પ્રસૂતિરૂપ એટલે સફેદ ડાઘરૂપ જ હોય, એવા શરીરવાળા પાસે ગૃહસ્થને અભાવ હોય, ત્યારે આપે તે ખપે. પરંતુ બીજા ગળતુ કે ઢવાળા પાસેથી નહિ પણ ગૃહસ્થ જોતા હોય ત્યારે તે ન ખપે.
13. બંધાયેલ હાથમાં લાકડાનું બંધન તે હસ્તાકડુ તથા પગને લેખંડનું જે બંધન તે બેડી (નિગડ). હાથ-પગની બેડીથી બંધાયેલ દાતા, જે ભિક્ષા આપે તો તેને દુઃખ થાય. ઝાડે પેશાબમાં શુદ્ધિ ન કરી શકવાથી ભિક્ષા ગ્રહણ કરે, તે લેકમાં નિંદા થાય કે “આ લેકે અપવિત્ર છે. કેમકે અપવિત્રની પાસેથી પણ ભિક્ષા લે છે.
પગથી બંધાયેલ આજુ-બાજુમાં પીડા વગર જઈ શક્તો હોય, તે તેની પાસેથી ખપે. હવે જે આજુ-બાજુ ન જઈ શકતું હોય, તે જે બેસીને આપે અને ત્યાં કઈ ગૃહસ્થ ન હોય, તે ખપે. હાથમાં બેડીવાળે તે ભિક્ષા આપવા અસમર્થ હોવાથી ત્યાં નિષેધ જ છે. એમાં કોઈ વિકલ્પ જ નથી.
14. પાકા - પાદુકા એટલે લાકડાની ચાખડી. તે પહેરેલ દાતા ભિક્ષા આપવા માટે ચાલતા ક્યારેક બરાબર ન પહેરાયા હોય, તે પડી જાય માટે ન ખપે. પાકા પહેરેલ જે સ્થિર હોય તે કારણે ખપે.
15. ખાંડતી - ખાંડતી- (છડતી) હેય. ઉખરામાં ભાત વગેરેને છડતી. (ખાંડતી) હોય તે ન લેવાય. કારણ કે ઉખારામાં નાંખેલ ભાત વગેરેના બીજનો સંઘટ્ટો કરતી હોવાથી તથા ભિક્ષાદાન પહેલા અને પછી પાણી વડે હાથ ધોવાથી પુરકર્મ અને પશ્ચાતકર્મ વગેરે દોષ થાય છે. * જે અહીં ખાંડનારી બાઈએ ખાંડવા માટે મુશલ ઉપાડયું હોય, અને મુશળની કાંચી ઉપર બીજ લાગેલ ન હોય અને તે વખતે જે સાધુ આવી જાય. ત્યારે તે બાઈ મુશલને ન પડે એવી રીતે ઘરના ખૂણા વગેરેમાં મૂકી ભિક્ષા આપે તે ખપે.
૧. મંડલ એટલે ગોળાકાર ચગદા (દાદર) પ્રસૂતિ એટલે નખથી ખણવા છતાં પણ પીડા ના થાય તેવા દાગ.
૨. લોખંડની ગોળાકાર બંગડી જેવું છેડા પર જે લગાડેલ હોય તે.