________________
પ્રવચનસારોદ્ધાર
ખાંડતી, 16. પીસતી કે વાટતી, 17. પીંજતી, 18. ભુંજતી, 19. કાંતતી, 20. દળતી, 21. જમતી, 22. ગર્ભવતી, 23. નાના બાળકવાળી, 24. છકાયને સંઘટ્ટો કરતી, 25. કપાસમાંથી રૂ જુદુ કરતી, 26. રૂ ને હાથ વડે છુટું કરતી, 27, વલોણું કરતી, 28. છ જીવનિકાયની હિંસા કરતે, 29. ઉપદ્રવ વાળો. એવા પ્રકારના સ્વરૂપવાળા દાતાર ગોચરી આપે, તે ન ખપે.
1. સ્થવિર -સીત્તેર વર્ષને કે મતાંતરે ૬૦ વર્ષની ઉપર હોય તે વૃદ્ધ કહેવાય. તેને મોટે ભાગે મોઢામાંથી લાળ પડતી હોય છે, તેથી દેય ચીજને લાળથી ખરડી (બગાડી) નાખે છે. આથી લોકમાં જુગુપ્સા થાય.
તેના હાથ કંપતા હોય તે હાથ કંપતું હોવાથી દેય ચીજને જમીન પર પાડે, તેથી છ જવનિકાયથી વિરાધના થાય તથા પોતે અથવા વૃદ્ધ દાન આપતો આપતા જમીન પર પડે, તેથી તેને પણ પીડા થાય અને જમીન પર રહેલા છ જવનિકાયની વિરાધના થાય.
2. અપ્રભુ –મોટે ભાગે વૃદ્ધ પુરુષ ઘરને સ્વામિ હેતે નથી, તેથી તે વૃદ્ધ દાન આપે તે જે ઘરના માલિક રૂપે હોય તેને એમ થાય કે “આ વૃદ્ધને દાન આપવાનો છે અધિકાર છે? એ પ્રમાણે દ્વેષ થાય. વૃદ્ધ પણ જે ઘરનો માલિક હોય, ધ્રુજતા હોય પણ બીજો એને હાથ વગેરે પકડીને દાન આપે અથવા તે વૃદ્ધ મજબૂત સ્વસ્થ શરીરવાળો હોય, તે તેના હાથે પણ ખપે.
3. નપુંસક નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા ગ્રહણ કરવાથી અતિપરિચય થવાના કારણે તે નપુંસકને કે સાધુને વેદય થાય, તેના કારણે નપુસકનું સાધુને ભેટવા વગેરે કરવાથી બંનેને કર્મબંધ થાય. તથા લેકમાં પણ “આ સાધુઓ હલકા નપુંસકે પાસેથી ભિક્ષા લે છે.” એમ લેકનિંદા થાય. આમાં આ અપવાદ છે કે વર્ધિતક. ચિપિત, મન્ચપહત, ઋષિશત, દેવશર્ત વગેરેમાં કઈક અપ્રતિસેવી, (દુરાચાર ને સેવનાર) હોય તેની પાસે ભિક્ષા લેવાય.
4. ધ્રુજતા શરીરવાળો –ધ્રુજતા શરીરવાળો પણ ભિક્ષા આપવાના વખતે વસ્તુ લાવતા લાવતા જમીન પર વેરે તથા સાધુના પાત્રાની બહાર ભિક્ષા નાંખે, અથવા દેય ચીજનું વાસણ જમીન પર પાડવાના કારણે ફેડી નાંખે. - તે ધ્રુજતા શરીરવાળો પણ જે મજબૂત રીતે ભિક્ષા આપવાનું વાસણ પકડે અથવા પુત્ર વગેરે મજબૂત રીતે હાથ પકડી ભિક્ષા અપાવે તે ખપે.
5. તાવવાળ –તાવવાળા પાસે ભિક્ષા લેવાથી તાવનું સંક્રમણ સાધુમાં પણ થાય, લોકેમાં “અહે આ લોકે કેવા આહાર લંપટ છે, કે આવા તાવવાળા પાસેથી પણ ભિક્ષા લે છે'. એમ અપભ્રાજના થાય. હવે જે ચેપ ન લાગે એ જે તાવ હોય, તે જયણાપૂર્વક લઈ શકાય.