________________
२८८
પ્રવચનસારોદ્ધાર
મળી તે ઘરે આજે મોટે પ્રસંગ છે કે મોટે લાભ થ છે-“એ પ્રમાણે તેની વાત સાંભળી આ શુદ્ધ છે–એવો નિશ્ચય કરી નિઃશંકપણે વાપરે એ બીજે ભાંગે.
કેઈક સાધુ કેઈક શેઠના ઘરેથી નિઃશંકપણે ઘણી ગોચરી લઈ ઉપાશ્રયે આવેલ હોય, ત્યાં બીજા સાધુઓને ગુરુની આગળ પોતાની ભિક્ષા સમાન જ ભિક્ષાને આલેચના કરતા સાંભળી શંકિત થઈ વિચારે કે જેમ મેં ઘણી ભિક્ષા મેળવી છે, તેમ બીજા સંઘાટકોએ મેળવી છે, માટે નકકી આ આધાકર્મ વગેરે દોષવાળુ હશે. આ પ્રમાણે વિચારતો વાપરે. તે ત્રીજો ભાંગે.
૨ પ્રક્ષિત-પૃથ્વી વગેરેથી ખરડાયેલ અથવા સંયુક્ત હોય તે પ્રક્ષિત. તે પ્રક્ષિત સચિત્ત અને અચિત્ત-એમ બે પ્રકારે છે. - પૃથ્વીકાયમ્રક્ષિત, અપકાયમૈક્ષિત અને વનસ્પતિકાયઐક્ષિત-એમ સચિત્તમૈક્ષિત ત્રણ પ્રકારે છે.
સૂકી કે ભીની સચિત્ત પૃથ્વીકાયથી આપવા યોગ્ય વસ્તુ વાસણ કે હાથ વગેરે જે ખરડાયેલ હોય, તો તે સચિત્ત પૃથ્વીકાયમૂક્ષિત છે.
અપકાયઐક્ષિતના ચાર ભેદ છે, ૧પુરસ્કમ ૨. પશ્ચાત્ કર્મ ૩. સસ્નિગ્ધ અને ૪. ઉદકાદ્ર.
A. પુરાકમ-સાધુને ભેજન આપવા પહેલાજે હાથ વાસણ વગેરે પાણીથી ધોવા તે. B. પશ્ચાતકમ-જે ભેજન આપ્યા પછી હાથ વગેરે લેવા તે. C. સનિધ્ધા-કંઈક પાણીથી ખરડાયેલ એટલે છાંટા ઉડેલ હાથ વગેરે હોય તે. D. ઉદકા-સ્પષ્ટપણે પાણીને સંપર્ક જણાતું હોય તે.
કેરી વગેરેના તરત કરેલ ટૂકડા વગેરેથી જે હાથ વગેરે ખરડાયેલ હોય, તે વનસ્પતિકાયઐક્ષિત.
અગ્નિ,વાયુ, અને ત્રસકાયથી પ્રક્ષિતપણું હોતું નથી. અગ્નિ વગેરેને સંસર્ગ હોવા છતાં પણ લેકમાં પ્રક્ષિતપણાનો વ્યવહાર નથી.
અચિત્ત પ્રક્ષિત ગતિ અને અગહિંત એમ-બે પ્રકારે છે. ગહિત એટલે ચરબી વગેરે નિંદનીય ચીજથી ખરડાયેલ છે. અગહિત એટલે ઘી વગેરેથી ખરડાયેલ તે.
અહીં સચિત્તમૈક્ષિત તે સાધુને બિલકુલ ન ખપે. અચિત્તમૈક્ષિત તે લેકમાં અગહિત ઘી વગેરેથી ખરડાયેલ હોય, તે ખપે પણ નિંદિત જે ચરબી વગેરેથી ખરડાયેલ હોય તે ન ખપે.
૩. નિક્ષિપ્ત સચિત્ત વસ્તુ પર જે રાખેલ હોય, તે નિક્ષિપ્ત. તે પૃથ્વી, પાણી, અંગ્નિ, વાયુ, વનસ્પતિ, અને ત્રસ નિક્ષિપ્ત–એમ છ પ્રકારે જાણવું. તે છ પ્રકારે અનંતર અને પરંપર-એમ બે પ્રકારે છે.