________________
૬૬. ચરણસિત્તરી
૨૮૭ ગર્ભસ્તંભન, ગર્ભધાન, ગર્ભપાત, અક્ષતયોનિ, ક્ષીણનિ આદિ કરવા દ્વારા જે પિંડ મેળવો, તે મૂળકર્મ. આ સાધુને ન ખપે. કારણકે પ્રદ્વેષ, પ્રવચનમાલિત્ય, જીવદ્યાત વગેરે અનેક દેશોને સંભવ છે. તે આ પ્રમાણે –ગર્ભસ્તંભન કે ગર્ભપાત સાધુએ કરાવ્યો-એમ જાણવાથી ઠેષ થાય, તેથી શરીરને પણ નાશ થાય. ગર્ભાધાન, અક્ષતનિપણું કરવાથી યાજજીવ મૈથુનપ્રવૃતિ ચાલે. પુત્ર ઉત્પત્તિમાં ગર્ભધાન થવાથી એ પ્રવૃત્તિ પ્રાયઃ કરી ઈષ્ટ બને છે. ક્ષીણુયોનિ પણ કરવાથી ભેગાંતરાય વગેરે દેષ થાય છે. (૫૬૭)
ઉત્પાદનોના સળદેષ કહ્યા. હવે એષણાના દશ દે કહે છે. એષણદોષ:संकिय १ मक्खिय २ निक्खित्त ३ पिहिय ४ साहरिय ५ दायगु ६ मिस्से ७। अपरिणय ८ लित्त ९ छड्डिय १० एसणदोसा दस हवंति ॥५६८॥
શકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત,સંસ્કૃત, દાયક, ઊંમિશ્ર,અપરિણત, લિપ્ત, છર્દિત-આ એષણુના દશ દે છે.
૧. શકિત-આધાકર્મ વગેરેના દોષના સંભવની શંકા રાખવી, તે શંકિત તેના ચાર ભાંગા થાય છે.
૧. ગોચરી લેતી વખતે અને વાપરતી વખતે શંકા રહે. ૨. ગોચરી લેતી વખતે શંકા અને વાપરતી વખતે નિઃશંક. ૩. વાપરતી વખતે શંકા પણ લેતી વખતે નિઃશંક. ૪. લેતી વખતે અને વાપરતી વખતે નિઃશંક. ,
પહેલા ત્રણ ભાંગામાં સેળ ઉમ અને નવ એષણાના દેષ-એમ પચીસ દેશેમાંથી જે દેષની શંકા રહે, તે દેષ લેનાર વાપરનારને લાગે. એટલે કે જે આધાકર્મની શંકાથી જે ગ્રહણ કરે કે વાપરે, તે આધાકર્મને દેષ લાગે અને જે શિકપણાની શંકા હોય, તે ઔદેશિક દેષ લાગે.
ચેથે ભાંગ શુદ્ધ છે. તેમાં કેઈપણ દેષ લાગતો નથી. આ ભાંગાઓ આ રીતે સંભવે છે.
જે કઈ સાધુ સ્વભાવે શરમાળ હોય, તે કેઈક ઘરે ગોચરી માટે ગયા હોય, ત્યાં ઘણું ભિક્ષા મળતી જોઈ વિચારે કે “અહી કેમ આટલી બધી ભિક્ષા અપાય છે? પણ શરમના કારણે પૂછી ન શકે, તેથી શંકાપૂર્વક લે અને શંકા યુક્ત વાપરે–એ પહેલે ભાંગો
ભિક્ષા માટે ગયેલ કેઈક સાધુ કોઈ ઘરે શકિત મનથી ઘણી ભિક્ષા લઈ પિતાના ઉપાશ્રયે આવે. વાપરતી વખતે તે સાધુનું મન શંતિ જોઈ બીજો સાધુ ભિક્ષાદાયક ઘરની હકીકત જાણ હોવાથી, તે સાધુને કહે કે “હે સાધુ! જ્યાં તમને ઘણું ભિક્ષા