________________
२८६
પ્રવચનસારોદ્ધાર
અધમ હોય, તે કાપેટિક ( ભિખારી) જેવ, આ અમને ભિખારી જેવા વગેરે કલ્પી અમારી હલકાઈ કરે છે–એમ વિચારી પોતાના ઘરમાંથી કાઢી મૂકવા વગેરે કરે. અતિથી આંસુ પાંડવા વગેરે કરે, તો આ માયાવી અમને આકર્ષવા માટે ચાળા (ચાટુ) કરે છેએમ નિંદા થાય.
તમે મારી મા છે એમ કહેવાથી તે બાઈ પોતાના મરેલા છેકરાની જગ્યાએ આ મારો છોકરો છે એમ વિચારી તે સાધુને પોતાની વહુ વગેરે આપે. તમારા જેવી મારી સાસુ હતી. એમ કહેવાથી પિતાની વિધવા દિકરી કે કુરડા પુત્રીને આપે. ઈત્યાદિ દોષ થાય છે. તેથી સંસ્તવપિંડ યતિઓને ન ખપે.
૧૨-૧૩. વિદ્યા અને મંત્ર :- પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા એટલે સ્ત્રી દેવતા જેનાં અધિષ્ઠાયક હોય અથવા જપ હમ આદિ દ્વારા સિદ્ધ થાય તેવા અક્ષરોની રચના તે. મંત્ર એટલે પુરુષ દેવતાધિષ્ઠિત અને પાઠ માત્રથી સિદ્ધ થનાર અક્ષર રચના વિશેષ રૂપ હોય છે. તે મંત્રવિદ્યા દ્વારા જે આહાર મેળવાય, તે વિદ્યામંત્રપિંડ કહેવાય. વિદ્યા અને મંત્રથી મંત્રિત કરી જેની પાસેથી દાન લેવાય તે દાતાર પાછો સ્વસ્થ થયા પછી કદાચ દ્વેષી પણ થાય અથવા બીજે તે પક્ષપાતી કે સગો વગેરે કેવી થાય તે પ્રતિવિદ્યા વડે સ્તંભન ઉચ્ચાટન મારણ વગેરે કરે. તથા વિદ્યા વગેરે દ્વારા પરદ્રોહ કરવા વડે આ સાધુઓ જીવનારા છે અને લુચા છે-એમ લોકોમાં નિદા થાય. આ કામણ ટ્રમણ કરનારા છે એમ કહી રાજદરબારમાં પડી જાય, ખેંચી જાય, વેષ લઈ લે, કદર્થના કરી મારી નાંખે વગેરે કરે. . ૧૪–૧૫. ચૂર્ણ અને ગપિંડ ચૂર્ણ એટલે આંખમાં અંજન વગેરે આંજવાથી અદશ્ય થવું તે અને યોગ એટલે પગ ઉપર લેપ વગેરે કરવા દ્વારા રૂપ, સૌભાગ્યદુર્ભાગ્ય કરવું તે છે. આ ચૂર્ણ અને વેગ કરવા વડે જે પિંડ મેળવાય તે ચૂર્ણ –ગપિંડ કહેવાય છે. આમાં દોષે પૂર્વોક્ત વિદ્યા-મંત્રની જેમ જ જાણવા.
પ્રશ્ન-ચૂર્ણ અને યોગ બંને ભૂકીરૂપ હોય છે. તે એમાં પરસ્પર શું તફાવત છે? જેથી ગદ્વાર જુદુ કહે છે. - ઉત્તર-આ સાચી વાત છે. પરંતુ શરીરના બહારના ભાગે ઉપયોગી હોય તે ચૂર્ણ કહેવાય અને અંદર અને બહાર બંને સ્થાને ઉપયોગી હોય તે પેગ કહેવાય. જેથી
ગ ખાવા લાયક અને ન ખાવા લાયક–એમ બે પ્રકારે હોય છે. પાણી વગેરે પીવડાવવું વગેરે તે અભ્યવહાર્યું કે આહાર્ય ગ છે. અને પગ વગેરે ઉપર લેપ લગાડવો તે અનાહારી ગ છે. આ ચૂર્ણ અને યોગને તફાવત છે.
૧૬. મૂળકમ -અતિગહન સંસારરૂપ વનનું જે મૂળ એટલે કારણ બને, તેવી પાપકારી ક્રિયારૂપ જે કર્મ, તે મૂળકર્મ. મૂળ એ જ કર્મ છે તે મૂળકર્મ એટલે.