________________
૬૬. ચરણસિત્તરી
૨૮૯ અનંતર એટલે કેઈ જાતના આંતરા વગર રાખેલું ભેજન હોય તે. જેમ સચિત્ત માટી વગેરે પર જે પકવાન્ન, માંડા વગેરે કેઈપણ જાતના આંતરા વગર રાખ્યા હોય, તે અનંતરનિશ્ચિત કહેવાય.
પરંપર એટલે આંતરપૂર્વક જે રખાયેલ હોય તે. જેમ સચિત્તમાટી વગેરે પર રહેલ તાવડી વગેરેમાં જે પક્વાન્ન વગેરે રહેલ હોય, તે પરંપરનિશ્ચિત કહેવાય.
માખણ કે થીજેલું ઘી વગેરેને સચિત્ત પાણીમાં જે રાખ્યું હોય, તે અનંતરનિશ્ચિત તથા તે જ માખણ વગેરે કે પહવાન્ન વગેરેને પાણીમાં રહેલી નાવડી વગેરેમાં રાખ્યા હોય, તે પરંપરનિક્ષિત.
અગ્નિ પર જે પાપડ વગેરે સેકે તે અનંતરનિક્ષિત અને અગ્નિ પર રહેલ તાવડી વગેરેમાં જે રખાય, તે પરંપરનિક્ષિપ્ત.
વાયુ (પવન)થી ઉડેલા ચેખા, પાપડ વગેરે અનંતરનિશ્ચિત. અહીં જેનાથી જે ઉડે તે ત્યાં રહેલ છે– એવી વિવેક્ષાથી અનંતરનિક્ષિણ ગણવામાં આવ્યું છે. વાયુથી ભરેલ મશક-વગેરે પર રહેલ માંડા વગેરે ચીજે તે પરંપર નિક્ષિત.
સચિત્ત દાણા, ફળ વગેરે પર રહેલા પુરી-માંડા વગેરે અનંતરનિશ્ચિત. લીલોતરી પર રહેલ તાવડી વગેરેમાં રખાયેલ પુડલા વગેરે પરંપરનિક્ષિત.
બળદ વગેરેની પીઠ પર રખાયેલ પુડલા, લાડુ વગેરે ત્રસઅનંતરનિક્ષિત અને બળદ વગેરેની પીઠ પર રખાયેલ કુતુપ (ચામડાની કેથળી) વગેરે વાસણમાં રખાયેલ ઘી લાડુ વગેરે પરંપરનિક્ષિત.
આમાં પૃથ્વી વગેરે પર રહેલ અનંતર નિક્ષિત ચીજો સચિત્ત પૃથ્વી વગેરે પર રહેલ હોવાથી સંઘટ્ટા વગેરે દેષના સંભવના કારણે સાધુઓને અકથ્ય છે. પરંપરા નિક્ષિસ તે સચિત્ત સંઘટ્ટા વગેરેના ત્યાગપૂર્વક જયણાથી આપે તે લઈ શકાય. ફક્ત તેજસ્કાયપરંપરનિક્ષિપ્ત ગ્રહણમાં જે વિશેષ છે, તે કહે છે.
જેમ શેરડીનો રસ પકાવવાની જગ્યાએ અગ્નિ પર રહેલ કઢાઈ વગેરેને જે ચારે તરફથી માટીને લેપ કરેલ હોય તથા અપાતો શેરડીને રસ ઢોળાતો ન હોય અને તે કઢાઈનું મોટું વિશાળ હોય, શેરડીનો રસ કઢાઈમાં નાંખ્યાને ઘણે ટાઈમ થયે હેવાથી ઘણે ગરમ ન હોય, એ શેરડીનો રસ આપે, તે ખપે.
અહીં અપાતા શેરડીના રસનું ટીપુ જે કઈ રીતે બહાર પડે, તે લેપ પર જ રહે, પણ ચૂલામાં રહેલ અગ્નિકાયમાં ન પડે, તેથી માટીથી લેપ કરેલ કઢાઈ એમ કહ્યું. તથા વિશાળ મોઢાવાળી કઢાઈ વગેરેમાંથી રસ લેતા ઓ વગેરે કઢાઈના કાનાને ન લાગે એટલે કઢાઈ ભાગે નહીં. આથી તેઉકાયની વિરાધના ન થાય માટે વિશાળ મુખ કહ્યું૩૭