________________
२८२
પ્રવચનસારોદ્ધાર અસૂયા જાતિઆજીવક એટલે આહાર માટે પિતાની જાતિ પ્રગટ કરે, જેમકે હું બ્રાહ્મણ છું.
આમાં ઘણું દે છે. તે આ પ્રમાણે કે જે તે બ્રાહ્મણ ભદ્રિક હોય તે પિતાની જાતિ પક્ષપાતથી ઘણે આહાર વગેરે સાધુના નિમિત્ત બનાવીને આપે, તેથી આધાકર્મને દેષ લાગે. હવે જે અભદ્રિક હોય, તો આ પાપાત્મા ભ્રષ્ટ થયો છે જેથી બ્રાહ્મણપણું છોડી દીધું છે.—એમ વિચારી પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકે. એ પ્રમાણે ક્ષત્રિય વગેરે જાતિઓમાં પણ જાણવું તથા કુલ વગેરેમાં પણ સમજવું.
૫. વનિપક :-વન ધાતુ માંગવાના અર્થમાં છે. વનિપક એટલે દાતારને માન્ય શ્રમણ વગેરેને પોતે ભગત છે–એમ બતાવી જે પિંડ-આહાર માંગવે તે.
કઈક સાધુ-યતિ, નિર્ચથ, શાક્ય, તાપસ, પરિવ્રાજક, આવક, બ્રાહ્મણ, પ્રાદૂક, શ્વાન (કૂતર), કાગડા, પોપટ, વગેરેના ભક્ત ગૃહસ્થના ઘરે ભિક્ષા માટે પ્રવેશ કરે અને તેની આગળ અશનાદિ લેવા માટે નિર્ગથ વગેરેના ગુણ વર્ણવવા દ્વારા પિતાને નિર્ગથ વગેરેને ભક્ત જણાવે. તે આ પ્રમાણે
તે સાધુ નિગ્રંથ ભક્ત શ્રાવકના ઘરે પ્રવેશ કરી નિને આશ્રયિને બેલે કે, “હે કુલતિલક શ્રાવક! તમારા આ ગુરુ તે અતિશય જ્ઞાન વગેરેથી શોભે છે. બહુશ્રુત છે. શુદ્ધ કિયાનુષ્ઠાન પાલન પરાયણ છે. સુંદર સામાચારી આચરવા વડે ચતુર ધર્મીજનોના મનને આશ્ચર્ય પમાડનાર છે. મેક્ષ નગરના રસ્તામાં સાર્થવાહ જેવા છે વગેરે. તથા બૌદ્ધોપાસકના ઘરે જાય છે ત્યાં બૌદ્ધ સાધુને જમતા જોઈ તેના ઉપાસકે આગળ તેમની પ્રશંસા કરે કે, અહે! આ મહાનુભાવ બુદ્ધશિષ્ય ચિત્રમાં ચિતરેલાની જેમ સ્થિર અને પ્રશાંત ચિત્તવૃત્તિવાળા ખાઈ રહ્યા છે. મહાત્માઓએ આવી રીતે જ જમવું જોઈએ. આ લોકે દયાળુ છે અને દાનવીર છે. વગેરે પ્રશંસા કરે.
એ પ્રમાણે તાપસ, પરિવ્રાજક, આવક, બ્રાહ્મણ વગેરે આશ્રયિને તેમના ગુણો તેમના દાન વગેરેની પ્રશંસા કરવા વડે વનિપકપણું જાણવું.
અતિથિ ભક્તની આગળ એમ બેલે કે લોકેમાં મોટે ભાગે ઓળખીતાને, આશ્રિતેને કે ઉપકારીઓને જ આપે છે. પણ માર્ગ પરિશ્રમથી થાકેલા અતિથિને જે પૂજે છે. તે જ દાન જગતમાં શ્રેષ્ઠ છે.
શ્વાન ભક્ત આગળ કહે કે આ કૂતરા એ કૂતરા નથી પણ કૈલાસ પર્વતથી આવેલા યક્ષો જ કૂતરા રૂપે પૃથ્વી પર ફરે છે માટે એમની પૂજા મોટા કલ્યાણ માટે થાય છે. એ પ્રમાણે કાગડા વગેરે માટે પણ વિચારવું.
આ પ્રમાણે વનિપકપણું કરી મેળવેલ આહાર તે વનિપપિંડ છે. આમાં ઘણઘણું દે છે. જેમકે ધર્મ કે અધર્મીને પાત્રમાં આપેલ દાન નકામું જતું નથી.