________________
૬૬. ચરણસિત્તરી
૨૮૧
આ બધામાં ગૃહસ્થના સાવદ્યાય માં પ્રવૃતિ દ્વારા જીવવિરાધના વગેરે દોષો
થાય છે.
૩. નિમિત્ત :– ભૂતકાળ વગેરેને જાણવા માટેની શુભ-અશુભ ચેષ્ટા વગેરેનું જે તે નિમિત્ત. તેનું જે જ્ઞાન પણ ઉપચારથી નિમિત્ત કહેવાય. તે નિમિત્ત હીને મેળવેલ પિંડ ( આહાર ) તે નિમિત્તપિંડ,
જ્ઞાન,
કાઈક સાધુ ગોચરી વગેરે મેળવવા માટે ગૃહસ્થ આગળ નિમિત્તોને કહે. જેમ “ ગઈકાલે તને આવું સુખ દુઃખ થયુ. હતું.' અથવા ભવિષ્યમાં અમુક ટાઈમ કે દિવસે તને રાજા તરફથી લાભ થશે. અથવા આજે તને આવુ... આવું થશે.' તે ગૃહસ્થા પણ લાભ–અલાભ, સુખ–દુ:ખ, જીવિત–મરણ વગેરે વિષયક પૂછેલ કે ન પૂછેલને ધૃષ્ટતાપૂર્ણાંક કહે. તેની કહેલી વાત સાંભળીને આકર્ષિત થયેલ, તે સાધુને લાડુ વગેરે વિશિષ્ટ ગોચરી ઘણી આપે, તે નિમિત્તપિંડ કહેવાય. એ સાધુને ન ખપે.
આત્મવિષયક પરિવષયક કે ઉભયવિષયક નિમિત્તથી અનેક જીવાના વધ વગેરેના સંભવ હાવારૂપ અનેક દાષા છે.
૪. આજીવક :–જેનાથી જીવાય તે આજીવન એટલે આજીવિકા. તે આજીવિકા પાંચ પ્રકારે ૧. જાતિવિષયક ૨. કુલવિષયક ૩. ગણવિષયક ૪. ક વિષયક ૫. શિલ્પવિષયક, તે સૂયા અને અસૂયા એમ એ પ્રકારે છે. સૂયા એટલે કાઇક વિશિષ્ટ વચન રચના વડે કહેવુ' તે અને અસૂયા એટલે પ્રગટ વચન વડે જણાવવુ' તે. સાધુ સૂયા અને અસૂયા વડે પેાતાની જાતિ પ્રગટ કરી જીવે તે જાતિઆજીવક.
જેમ કેાઈ સાધુ ભિક્ષા માટે ફરતા કાઈ બ્રાહ્મણના ઘરે પ્રવેશ કરે, ત્યાં બ્રાહ્મણુના છેારાને હામ વગેરેની ક્રિયાને સારી રીતે કરતા જોઇ, તેના બાપ આગળ પેાતાની જાત પ્રગટ કરવા માટે કહે કે, સમિધ, મંત્ર, આહુતિ, સ્થાન, યાગ, કાળ, ઘોષ વગેરેને આશ્રયિને શુદ્ધ કે અશુદ્ધ ક્રિયા થાય છે. લીલાપીપળા વગેરે ડાળખીને ટુકડા સમિધરૂપે છે. ૐ વગેરે પ્રણવાક્ષરરૂપ વર્ણા મંત્રા છે. અગ્નિમાં ઘી વગેરે નાંખવા તે આહુતિ છે. ઉત્કટુક વગેરે આસનાને સ્થાન કહેવાય. અશ્વમેઘ વગેરે યજ્ઞા કહેવાય. પ્રભાત વગેરે કાળ. ઉદાત્ત અનુદાત વગેરે ઘાષ. જ્યાં જે ચેાજવા જોઇએ ત્યાં તે ચેાજાય તે સમ્યક્રિયા. જ્યાં સમિધ વગેરે આછા વધતા કે વિપરીતરૂપે પ્રયાગાય તે સમ્યકૃક્રિયા ન કહેવાય.
આ તમારા પુત્ર હામ વગેરેની સમ્યકૃક્રિયા કરતા હેાવાથી શ્રોત્રિયના પુત્ર છે અથવા વેઢ વગેરે શાસ્ત્રના પારગત ઉપાધ્યાયની · પાસે સારી રીતે ભણ્યા છે-એમ જણાઇ આવે છે. આ પ્રમાણે કહેવાથી તે બ્રાહ્મણ કહે હૈ સાધુ ! તમે જરૂર બ્રાહ્મણ છે. એટલે હામ વગેરેની ભૂલ વગરની વાતા જાણેા છે સાધુ મૌન રહે. આ સૂયા વડે સ્વાતિ પ્રસ્ટન છે.
અને
૩૬