________________
૬૬. ચરણસિત્તરી
૨૮૩ એ પ્રમાણે કહેવાથી અપાત્ર દાનને સુપાત્રદાન સમાન પ્રશંસવાથી સમકિતીને અતિચાર થાય છે. તે પછી બૌદ્ધ વગેરે કુપાત્રોને સાક્ષાત્ પ્રશંસાથી શું ન થાય? કહ્યું છે કે પાત્ર અપાત્રમાં આપેલું દાન નિષ્ફળ નથી જતું એમ બોલવાથી પણ દેષ છે. તે પછી અપાત્રદાનની પ્રશંસાથી કેમ ન હોય?
આ પ્રમાણે બૌદ્ધ વગેરેની પ્રશંસાથી લેકમાં મિથ્યાત્વને સ્થિર કર્યું કહેવાય. સાધુઓ પણ આ લેકેને પ્રશંસે છે માટે આમને ધર્મ સારો લાગે છે એમ લોકે માને. જે બૌદ્ધ વગેરેના ભક્તો ભદ્રિક હય, તે આ રીતે સાધુને પ્રશંસા કરતા જોઈ એમના માટે આધાકર્મ વગેરે કરે. તેથી તે આધાકર્મ આહારના લેભથી કદાચ બૌદ્ધ વગેરે વતને સ્વીકારે. તથા લેકમાં પણ આ સાધુઓ ખુશામતિયા છે. “જન્માંતરમાં દાન ન આપ્યું હોવાથી આહાર માટે કૂતરાની જેમ પોતાને ચાટુ (ખુશામત) કરી બતાવે છે. આ પ્રમાણે નિંદા થાય. કેઈ શાસનને શત્રુ હોય, તે ઘરમાંથી બહાર કાઢી મૂકે. સર્વ સાવદ્યમાં રક્ત એવા તેમની પ્રશંસા કરવાથી મૃષાવાદ તથા પ્રાણાતિપાત વગેરે અનુમોદ્યા કહેવાય.
૬. ચિકિત્સા રોગ પ્રતિકાર કરવો કે રોગ પ્રતિકારનો ઉપદેશ કરવો તે ચિકિત્સા. સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે ચિકિત્સા છે. દવા અથવા વૈદ્યને જણાવવું તે સૂકમચિકિત્સા. જાતે ચિકિત્સા કરવા વડે કે બીજા પાસે કરાવવાવડે બાદરચિકિત્સા.
તાવ વગેરે રોગથી ઘેરાયેલ કેઈક ગૃહસ્થ, પિતાના ઘરે ગોચરી માટે આવેલા સાધુને જોઈ પૂછે, કે “હે ભગવત ! આ મારા રોગની કંઈ ચિકિત્સા જાણે છે ?” તે સાધુ કહે, “હે શ્રાવક! જે તમને રેગ થયું છે, તે રેગ મને પણ એક વખત થયો હતો. તે મને અમુક દવાથી સારે થયે-એ પ્રમાણે અજાણ અને રોગી ગૃહસ્થને દવા કરવાના અભિપ્રાય જણાવવાથી ઔષધનું સૂચન કર્યું. અથવા રેગીએ ચિકિત્સા પૂછી હોય ત્યારે કહે કે “હું વૈદ્ય છું? કે જેથી રોગ પ્રતિકારે જાણું ? આ પ્રમાણે કહેવાથી અજાણ રોગીને આ વિષયમાં વૈદ્યને પૂછવાનું સૂચન કર્યું, તે સૂચિકિત્સા.
જ્યારે પોતે જાતે વૈદ્ય થઈ વમન, વિરેચન, ઉકાળા, કવાથ વગેરે કરે કે બીજા પાસે કરાવે તે બાદરચિકિત્સા. “આ પ્રમાણે ઉપકાર થવાથી પ્રસન્ન થયેલ ગૃહસ્થ મને સારી ઊંચી ભિક્ષા આપશે–એમ વિચારી સાધુ બંને પ્રકારની ચિકિત્સા કરે.
તુચ્છ આહાર માટે સાધુએ અનેક દેષનો સંભવ હોવાથી આ પ્રમાણે કરવું ઉચિત નથી. કેમકે ચિકિત્સા કરતી વખતે કંદમૂળ, ફળ, મૂળીયા વગેરેના જીવનો વધ થાય છે. કવાથ વગેરેના સૂચનથી પાપ વ્યાપારમાં પ્રવૃત્તિ કરાવવાથી સાધુને અસંયમ થાય છે. નિરોગી થયેલ ગૃહસ્થ તપેલા લેખંડના ગોળા જેવો હોય છે એટલે દુર્બળ અને આંધળે વાઘ સારે થાય તે અનેક જીવને નાશ કરે, તેમ અનેક જીવને ઘાત કરે.