________________
૨૫૬
પ્રવચન સારોદ્ધાર વ્યવહાર અપેક્ષાએ સાચુ પણ જો અપ્રિય હોય તો તે સત્ય નથી. જેમકે તુ ચાર છે? કેઢીયાને તું કોઢીયે છે? એવું સત્યવચન પણ અપ્રિય હોવાથી તથ્ય નથી.
તથ્ય વચન પણ જે અહિતકારી હોય, તે તથ્ય નથી. જેમકે શિકારીએ પૂછયું હેય, કે હરણે જયા ! તો કહે કે જોયા છે અને બતાવે, તે તે જીવઘાતના પાપનું નિમિત્ત હોવાથી તથ્ય નથી. ૩. અદત્તાદાન વિરમણ –
અદત્તાદાન એટલે માલિકે ન આપેલ વસ્તુ લેવી તે. તે અદત્તાદાન સ્વામિઅદત્ત, જીવઅદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુઅદત્ત –એમ ચાર પ્રકારે છે.
૧. સ્વામિઅદત્ત - ઘાસ, લાકડું, પત્થર, વગેરે તેના સ્વામિએ આપ્યા વગર લેવું, તે સ્વામિ-અદત.
૨. જીવ-અદત્ત – સ્વામિએ આપ્યું હોય, પણ જે વસ્તુ અપાતી હોય, તે તેના જીવે ન આપી હોય, તે તે જીવ-અદત્ત. જેમકે દીક્ષાની ભાવના વગરના પુત્રને માબાપે ગુરુને આપ્યું હોય તે અને સચિત્ત પૃથ્વીકાય વગેરે તેના સ્વામિએ આપ્યું હોય પણ તેના અધિષ્ઠિત જીવે ન આપ્યું હોય.
૩. તીર્થકર અદત્ત – તીર્થકરે નિષેધ કરેલ જે આધાકર્મી વગેરે લે તે તીર્થકર અદત્ત.
૪. ગુરુઅદત્ત - માલિકે આપેલ આધાકર્મ દષથી રહિત વસ્તુને, ગુરુની રજા વગર લે, તે ગુરુ-અદત્ત. આ ચારની વિરતિ તે ત્રીજુવ્રત. ૪. મિથુન વિરમણ -
સ્ત્રી પુરુષરૂપ યુગલ વડે કરાતી જે ક્રિયા, તે મૈથુન. તેની વિરતિ તે ચોથું મૈથુન વિરમણવ્રત. પ. પરિગ્રહવિરમણ -
જે લેવાય તે અથવા જે ભેગું કરવું, તે પરિગ્રહ. તે ધન, ધાન્ય, ખેતર, મકાન, રૂપુ, સોનું, ચતુષ્પદ, દ્વિપદ, કુષ્ય, ભેદથી નવ પ્રકારે છે. તેની વિરતિ એટલે મૂછને ત્યાગ કરવો. કેમકે મૂચ્છ એજ પરિગ્રહ એવું આગમ વચન છે. ફક્ત દ્રવ્યાદિ પદાર્થોના ત્યાગથી પરિગ્રહ ત્યાગ નથી.
કેમકે અવિદ્યમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં મૂચ્છ વડે પ્રશમભાવના સુખનો અભાવ થવાથી ચિત્ત ભંગ થાય છે અને દ્રવ્યાદિ પદાર્થો હોવા છતાં, પણ જેને મૂચ્છો ત્યાગ કર્યો છે, એવા મનવાળા ને નિરૂપમ પ્રશમ સુખની પ્રાપ્તિથી ચિત્ત ભંગ (સમાધિભંગ) થતું નથી.