________________
૬. ચરણ સિત્તરી
૨૫૫ બ્રાહ્મણ લેવાથી વશિષ્ટ આવી જ જાય છે છતાં અલગ લીધા જ છે. કેમકે મુખ્યતાએ અલગરૂપે કહ્યા છે,
જે કહ્યું કે ત૫ ગ્રહણ કરવાથી વૈયાવચ્ચનું ગ્રહણ થતું હોવાથી અલગ ગ્રહણ ન કરવું જોઈએ, તે પણ બરાબર નથી. કારણ કે વૈયાવચ્ચ સ્વપર ઉપકારનું કારણ હેવાથી જે પ્રધાનતા એની, છે એવી પ્રધાનતા અનશન વગેરે બાકીના તપમાં નથી તે બતાવવા માટે ભેદરૂપે ગ્રહણ કરેલ છે.
હવે જે કહ્યું કે શ્રમણધર્મ ગ્રહણ કરવાથી ક્રોધાદિ નિગ્રહ આવી જાય છે. માટે જુદુ ન કહેવું, તે પણ બરાબર નથી. કારણ કે ક્રોધાદિ બે પ્રકારે છે. ઉદયમાં આવેલ, અને ઉદયમાં નહિ આવેલા. ઉદયમાં આવેલા-ક્રોધાદિને નિગ્રહ તે ક્રોધનિગ્રહ કહેવાય છે. અને ઉદયમાં નહિ આવેલા-ક્રોધાદિનો ઉદય રોકવો તે ક્ષાતિ વગેરે છે, તે જણાવવા માટે અલગ લીધા છે. અથવા વસ્તુ ત્રણ પ્રકારે હોય છે.
૧. ગ્રાહ્ય, ૨. ત્યાજ્ય, ૩. ઉપેક્ષણીય. તેમાં ક્ષાતિ વગેરે ગ્રાહ્ય છે અને ક્રોધાદિ ત્યાજ્ય છે માટે તેને નિગ્રહ કરવો. આ પ્રમાણે આ અર્થને ઉપન્યાસ કરવો. માટે બધાયે ભેદે નિર્દોષ છે. (૫૫૧)
पाणिवह मुसावाए अदत्त मेहुण परिग्गहे चेव । एयाई ४ होति पंच ५ उ महव्वयाई जईणं तु ॥५५२।।
પ્રાણુ વધવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુનવિરમણ અને પરિગ્રહવિરમણ –આ પાંચ સાધુના મહાવો છે. ૧. પ્રાણુંવધ વિરમણ :
પ્રથમવત ત્રસ અને સ્થાવરરૂપ પ્રાણીઓને ૧. અજ્ઞાન, ૨. સંશય, ૩. વિપર્યય, ૪. રાગ, પ. દ્વેષ, ૬. સ્મૃતિભ્રંશ, ૭. ગદુપ્રણિધાન, ૮. ધર્મમાં અનાદર –એમ આઠ પ્રકારના પ્રમાદ યોગથી જે વધ કરો, તે પ્રાણિવધ. તેની જે વિરતિ એટલે સમ્યકજ્ઞાન શ્રદ્ધાપૂર્વક નિવૃત્તિ. તે પ્રાણીવધ વિરમણ નામનું પ્રથમ ત્રત છે. ૨. મૃષાવાદ વિરમણ:
મૃષાવાદ એટલે જુઠ બોલવું તે. પ્રિય, પચ્ચ, તથ્ય વચન છોડીને જે બેલવું તે મૃષાવાદ છે, તેની જે વિરતિ તે બીજું વ્રત છે.
જે વચન સાંભળતા આનંદ થાય તે પ્રિય. જેનું પરિણામ હિતકારી હોય તે પથ્ય. સત્ય વચન તે તથ્ય.