________________
૨૫૪
પ્રવચન સારોદ્ધાર પ્રશ્ન:-ચેથા મહાવ્રતમાં ગુપ્તિએ આવી જાય છે, માટે જુદી ન કહેવી. હવે ગુપ્તિએ ચોથા મહાવ્રતના પરિવારરૂપે જ કહેવાય છે. તે પછી પ્રાણાતિપાત વિરમણ વગેરે વ્રતની ભાવના પણ તેના પરિવારરૂપે જુદી ગણવી જોઈએ. જે ગુપ્તિ કહે તે પછી ચતુર્થવ્રત ન કહેવું.
જ્ઞાનાદિત્રિકને ન લેવું. ફક્ત જ્ઞાન અને સમ્યકત્વ જ લેવું.
ચારિત્રનું ગ્રહણ તે વ્રતગ્રહણથી થાય તથા શ્રમણધર્મ ગ્રહણ કર્યા પછી સંયમ ગ્રહણ અને તપ ગ્રહણ પણ વધારાનું થાય છે. માટે સંયમ અને તપને છેડી દેવા જોઈએ અથવા શ્રમણધર્મનું પ્રતિપાદન સંયમ અને તપને છોડીને કરવું જોઈએ.
તપનું ગ્રહણ કર્યા પછી વૈયાવચ્ચની પ્રરૂપણું નકામી છે. કેમકે વૈયાવચ્ચ તપમાં આવી જાય છે.
ક્ષમા વગેરે દશ યતિધર્મ લીધા પછી ક્રોધાદિનિગ્રહ લેવું તે નિરર્થક છે. આ રીતે આ ગાથા વિચારતા આલૂનવિશીર્થ એટલે નકામી છે.
ઉત્તર – વ્રત ગ્રહણ કર્યા પછી બ્રહ્મગુપ્તિએ જુદી ન કહેવી જોઈએ, તે વાત બરાબર નથી. કારણ કે એથુ વ્રત નિરપવાદ છે તે બતાવવા માટે જ બ્રહ્મચર્યની ગુક્તિઓ જુદી લીધી છે. આગમમાં પણ કહ્યું છે કે જિનવરેન્દ્રોએ મૈથુનભાવ સિવાય કેઈપણ વસ્તુને એકાંતે નિષેધ પણ કર્યો નથી. અને એકાંતે વિધાન પણ કર્યું નથી. કારણ કે તે મૈથુન રાગ-દ્વેષ વગર થતું નથી. તથા પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પરિગ્રહવ્રતથી આ મહાવ્રત જુદું છે. તે જણાવવા માટે ભેદ કરવાપૂર્વક ગ્રહણ કર્યું છે. - હવે જે કહે છે કે વ્રત ગ્રહણ કર્યા પછી જ્ઞાનાદિત્રિક ન કહેવું પણ દર્શન અને જ્ઞાન બે જ કહેવા. કેમકે ચારિત્ર વ્રત ગ્રહણમાં આવી જાય છે, તે વાત બરાબર નથી. જે વ્રતરૂપ ચારિત્ર છે, તે સામાયિક વગેરે પાંચ પ્રકારના ચારિત્રને એક અંશ છે. હજુ ચાર પ્રકારના ચારિત્રનું ગ્રહણ થયું નથી, તે ગ્રહણ કરવા માટે જ્ઞાન વગેરે ત્રણનો ઉપન્યાસ કર્યો છે.
- હવે જે કહ્યું કે દશ પ્રકારને શ્રમણધર્મ લીધા પછી તપ અને સંયમને જુદા લેવાની જરૂર નથી. કેમકે યતિ ધર્મમાં તેનો સમાવેશ થઈ જાય છે, તે પણ બરાબર નથી કેમકે સંયમ અને તપ મોક્ષનું પ્રધાન કારણ છે, માટે અલગ ગ્રહણ કર્યા છે. અપૂર્વકર્મના આશ્રવ માટે સંવરરૂપ સંયમ એ મોક્ષનું મુખ્ય કારણ છે અને પૂર્વોપાર્જિત કર્મના ક્ષય માટે તપ કારણ છે, માટે મોક્ષના કારણમાં એ બે મુખ્ય છે માટે યતિધર્મમાં અંતર્ગત હોવા છતાં પણ પ્રધાન કારણરૂપે જુદા ગ્રહણ કર્યા છે. આ વ્યવહાર પણ જે છે કે બ્રાહ્મણે આવ્યા સાથે વિશિષ્ટ પણ આવ્યા. અહીં