________________
૬૬. ચરણ સિત્તરી
૨૫૭ આથી જ ધર્મોપકરણધારી મુનિઓને શરીર અને ઉપકરણમાં નિર્મમભાવ હોવાથી અપરિગ્રહ પણ છે. અમારા ગુરુએ પણ કહ્યું છે કે,
ધર્મ સાધન નિમિત્તે ઉપકારી એવા વસ્ત્ર, પાત્ર તથા શરીરને ધારણ કરતા સાધુએ, પરિગ્રહી થતા નથી. કેમકે એમને મૂર્છા સાથે પ્રેમ નથી.
આ પાંચેય મહાવ્રતે સાધુઓને હોય છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં પાંચ જ મહાત્ર હોય છે. મોટા જે વ્રતો તે મહાવતે. સર્વ જીવ વગેરે મહાવિષય હોવાથી તેમનું મોટાપણું થાય છે. કહ્યું છે કે,
પહેલા મહાવ્રતને વિષય સર્વ જીવો છે. બીજા અને છેલ્લા વ્રતને વિષય સર્વ દ્રવ્ય છે. બાકીના મહાવ્રતને વિષય દ્રવ્યને એક દેશવિષય છે. (૫૫૨) શ્રમણધમ -
खंती य मद्दवजव मुत्ती तव संजमे य बोद्धव्वे । सच्चं सोय आकिंचणं च बंभं च जइधम्मो ॥५५३॥
ક્ષાન્તિ, માદવ, આવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિચન અને બ્રહ્મચર્યા–એ દશ યતિના ધર્મો જાણવા. ક્ષમા :
ક્ષાતિ એટલે ક્ષમા. શક્તિવાન તરફથી કે અશક્ત તરફથી થતાં ઉપસર્ગને સહન કરવાને પરિણામ એટલે સર્વથા ક્રોધ ત્યાગ તે ક્ષમા. ૨. માર્દવતા -
મૃદુ એટલે કમળ અથવા નમ્રપણાને જે ભાવ અથવા કિયા તે માર્દવ. નમ્ર રહેવું તથા અભિમાન ન કરવું તે માર્દવ. ૩. આજવા
ત્રાજુ એટલે અવક–સરળપણે મનવચન-કાયાની ક્રિયા અથવા ભાવ તે આજે વ. મન-વચન-કાયાની વિક્રિયાનો (કુટિલતાને) અભાવ અથવા માયારહિતપણું તે આજે વ. ૪. મુક્તિઃ
મેચન એટલે છોડવું. બાહ્ય-આત્યંતર પદાર્થોમાંથી તૃષ્ણનો જે ત્યાગ એટલે લેમને ત્યાગ તે મુક્તિ. ૫. તપ
રસાદિ ધાતુ અથવા કર્મો જેનાથી તપે તે તપ. તે અનશન વગેરે બાર પ્રકારે છે.
૩૩