________________
२४७
૬૪. આચાર્યના છત્રીસ ગુણ जोगो परिणयवायण निजविया वायणाए निव्वहणे (२०) । ओग्गह ईहावाया धारण मइसंपया चउरो (२४) ॥५४४॥
૫. વાચન સંપદા ૧. યોગ્ય વાંચના, ૨. પરિણુત વાંચના, ૩. નિયપક, ૪. નિર્વાહક ૬ મતિ સંપદા ૧. અવગ્રહ, ૨, ઈહા ૩. અપાય, ૪. ધારણા એમ ચાર પ્રકારે છે. ૫. વાંચના સંપદા :
વાંચના સંપદા ચાર પ્રકારે છે. ૧. યોગ્ય વાંચના એટલે પરિણામિક વગેરે ગુણયુક્ત શિષ્યને જાણી, જેને જે ગ્ય હોય, તેને તે સૂત્રને ઉદ્દેશ અથવા સમુદેશપૂર્વક આપે તે યોગ્ય વાંચના કહેવાય. અપરિણામી વગેરેમાં અપવ ઘડામાં રાખેલ પાણી વગેરેની જેમ દેષને સંભવ હોવાથી તેવાને વાંચના ન આપવી તે ગ્યવાચના.
૨. પૂર્વમાં આપેલ સૂત્રના આલાવાને શિષ્યને સારી રીતે પરિણાવી, બીજા–બીજા આલાવાની વાંચના આપવી તે પરિણત વાંચના.
૩. નિર્યાપયિતા એટલે નિર્વાહક શિષ્યને ઉત્સાહિત કરી ગ્રંથને ઝટ પૂરે કરે પણ વચ્ચે ન છોડી દે,
૪. નિર્વાહણ એટલે પૂર્વાપરના સંબંધને સંગત કરીને સ્વયંજ્ઞાનથી અથવા બીજાને કહીને સગ્ય અર્થ જણાવે. ગ્રથાંતરમાં તે આ પ્રમાણે કહ્યું છે. ૧. વિદિદ્દેશ ૨. વિદિત્વાસમુદેશ એટલે પરિણામિકાદિ શિષ્યને જાણી ઉદેશ સમુદેશ કરે. ૩. પરિ નિર્વાણુ વાંચના એટલે પૂર્વમાં આપેલ આલાવાને જાણી, ફરી શિષ્યને સૂત્રદાન કરે. ૪. અર્થ નિર્યાપણું એટલે પૂર્વાપર સંબંધ દ્વારા અર્થની જાણકારી મેળવવી. ૬. મતિસંપદા :
મતિ સંપદા ચાર પ્રકારે છે. ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અપાય અને ૪. ધારણાઆનું સ્વરૂપ બસો સળમા (૨૧૬) દ્વારમાં આગળ કહેશે. (૫૪૪)
सत्तीं पुरिसं खित्तं वत्थु नाउं पउंजए वायं (२८) । गणजोग्गं संसत्तं सज्झाए सिवखणं जाणे (३२) ॥५४५॥
૧. શક્તિ, ર. પુરુષ, ૩. ક્ષેત્ર, અને ૪. વસ્તુ, જાણીને વાત કરે તે પ્રયોગમતિ. ૧. ગણુને યોગ્ય વરતુનું ગ્રહણ, ૨. સંસક્ત, ૩. સ્વાધ્યાય, ૪. શિક્ષા એ સંગ્રહપરિજ્ઞાનાં ચાર પ્રકાર છે. ૭. પ્રયાગમતિસંપદા :
વાદ વગેરેના પ્રજનની સિદ્ધિ માટે જે વ્યાપાર તે પ્રયોગ. તે પ્રગ