________________
૨૪૬
પ્રવચનસારોદ્ધાર ૧. અન્ય ગ્રંથમાં બહુશ્રુતના, ૨. પરિચિતસૂત્રતા, ૩. વિચિત્રસૂત્રતા, ૪. શેષવિશુદ્ધકરણતા કહી છે. એને અર્થ પણ ઉપર પ્રમાણે છે.
चउरंसोऽकुंटाई बहिरत्तणवजिओ तवे सत्तो (१२) । वाई महुरत्तऽनिस्सिय फुडवयणो संपया वयणे (१६) ॥५४३॥
શરીર સંપદા -૧, ચતુરન્સ, ૨. અકુટ, ૩, બહેરાશથી રહિત, ૪, તપમાં સમર્થ
વચન સંપદા ૧, વાદિ ૨. મધુરતા ૩. અનિશ્રિત વચન, ૪. કુટવચન ૩ શરીર સંપદા
શરીર સંપદા ચાર પ્રકારે છે. ૧. ચતુરસ્ત્ર સંસ્થાનવાળા એટલે સર્વ અંગોપાંગ ખામી વગરના હેવા તે.
તથા લક્ષણવંત શરીરવાની ૨. અકુટ એટલે સંપૂર્ણ હાથ-પગ વગેરે અવયવવાનું. ૩. બહેરાશ વગેરે દેષ રહિત અર્થાત્ સંપૂર્ણ ઈન્દ્રિયવાળા. ૪. મજબૂત સંઘયણ હોવાથી બાહ્ય અત્યંતર બંને તપમાં સમર્થ.
બીજા ગ્રંથમાં ૧. આરહ પરિણહ યુક્ત, ૨. અનવત્રાયતા જેમનામાં ધર્મ પાલન કરવામાં લજજા ન હોય, અથવા સંપૂર્ણ સર્વાગ પૂર્ણ શરીર લેવાથી અલજજા કર શરીરવાળા તે અનવગ્રામ્ય. ૩. પરિપૂર્ણ ઈદ્રિયતા ૪. થિર સંહનનતા કડી છે. આનો અર્થ ઉપર પ્રમાણે છે. ૪ વચન સંપદા :
૪. વચનસંપદા ચાર પ્રકારે છે. - ૧. વાદિ, ૨. મધુરવચન, ૩. અનિશ્રિત વચન, ૪. સ્પષ્ટવચન.
૧. બેલિવું તે વાદ કહેવાય, તે પ્રશસ્ત અને અતિશય યુક્ત જેને હેય, તે વાદિ કહેવાય એટલે આદેયવચનવાળા હોય.
૨. શ્રેષ્ઠ અર્થ પ્રતિપાદક. કમળ, સુસ્વર, ગંભીરતા વગેરે ગુણ યુક્ત હોવાથી સાંભળનારના મનને આનંદ કરનાર, વચન જેને હોય તે મધુર વચની.
૩. રાગ દ્વેષ વગેરેથી અનિશ્રિત એટલે અકલુષિત જેનું વચન તે અનિશ્રિત વચન. ૪. સ્કૂટ એટલે સ્પષ્ટ, બધાયને સમજાય એવું જે વચન તે સ્કૂટવચન કહેવાય.
બીજા ગ્રંથમાં ૧. આદેયવચનતા, ૨. મધુરવચનતા, ૩. અનિશ્રિતવચનતા, ૪. અસંદિગ્ધ વચનતા પણ નામ છે. એને અર્થ પૂર્વોક્ત પ્રમાણે જ જાણ. (૫૪૩)