________________
૨૪૮
પ્રવચનસારોદ્ધાર વખતે વસ્તુની પરીક્ષા કરવી તે પ્રગતિ. તે ચાર પ્રકારે છે. ૧. શક્તિ, ૨. પુરુષ, ૩. ક્ષેત્ર અને ૪. વસ્તુ જાણીને વાદ કરે.
૧. શક્તિ એટલે વાદ વગેરેના પ્રસંગે આ વાચાળ વાદીને જીતવાની મારામાં શક્તિ છે કે નહિ–એ પ્રમાણે પિતાની શક્તિને વિચાર કરવો.
૨. પુરુષજ્ઞાન એટલે આ વાદી પુરુષ બૌદ્ધ છે, સાંખ્ય છે કે વૈશેષિક છે. બીજે કઈ અથવા પ્રતિભાવાનું કે પ્રતિભાહીન છે, વગેરે વિચારવું.
૩. ક્ષેત્રવિચારણું કે આ ક્ષેત્ર માયાવી છે કે સરલ. સાધુ-ભાવિત છે કે અભાવિત છે. વગેરે વિચારવું.
૪. વસ્તુતજ્ઞાન એટલે શું આ રાજા, મંત્રી કે સભાસદ વિગેરે કઠેર છે કે કેમળ અથવા ભદ્રિક છે કે અભિદ્રક છે. તેની વિચારણા. ૮. સંગ્રહપરિણાસંપદા:
સંગ્રહ એટલે સ્વીકાર અને પરિજ્ઞાન એટલે અભિધાન. નામ સ્વીકારવાનું નામ તે સંગ્રહપરિણા. તે ચાર પ્રકારે છે.
૧. ગણ યોગ્ય એટલે બાલ, દુર્બલ, ગ્લાન આદિ ઘણા સાધુ સમુદાય ગણ એટલે ગચ્છના નિર્વાહ યંગ્ય ક્ષેત્રનું ગ્રહણ, તે ગણ યોગ્ય ઉપસંગ્રહ સંપદા.
૨. ભદ્રિક વગેરે પુરુષને લક્ષ્ય રાખી તેના અનુરૂપ દેશના વગેરે કરવી.
સંસક્તસંપદા બીજા ગ્રંથમાં તે નિષદ્યા વગેરેની મલિનતાને દૂર કરવા માટે પીઠ, પાટપાટલા, વગેરે ગ્રહણ કરવા. પાટ, પાટલા વગેરે ગ્રહણ ન કરાય તે વાત બરાબર નથી. કેમકે સિદ્ધાંતમાં તેને ગ્રાહ્યરૂપે કહ્યા છે. છતકલ્પસૂત્રમાં કહ્યું છે કે પીઠ, પાટીયુ વગેરેને ગ્રહણ કરવાથી નિષદ્યા વગેરે મેલા થતા નથી વર્ષાઋતુમાં વિશેષ પ્રકારે ગ્રહણ કરવા જોઈએ. અન્યકાળ માટે બીજા સ્થાનથી જાણવું. કેમકે ચોમાસામાં કુંથવા વગેરે છે વિશેષ હોય છે. તેથી ગ્રહણ કરવું.
૩. યથાયોગ્ય કાળે જ સ્વાધ્યાય, પડિલેહણ, ગોચરી, ઉપધિ વગેરે સમુત્પાદનરૂપ સ્વાધ્યાય.
૪. ગુરુ, દીક્ષાદાતા અધ્યાપક, જ્ઞાનદાતા, રત્નાધિક, વગેરેની ઉપધિ ઉપાડવી. પગ વગેરે દબાવવારૂપ વિશ્રામણ, ઉભા થવું, દાડે લે વગેરે શિક્ષણરૂપ શિક્ષાપસંગ્ર હસંપદા-આ ચાર પ્રકારે સંગ્રહપરિણાસંપદા જાણવી. એ પ્રમાણે ગણિસંપદાના બત્રીશ ભેદ થયા. (૫૪૫)
आयारे सुयविणए विक्खिवणे चेव होइ बोधव्वा । दोसस्स परीघाए विणए चउहेस पडिवत्ती (३६) ॥५४६॥
૧. આચારવિનય, ૨. શ્રુતવિનય, ૩. વિક્ષેપણુવિનય, ૪. દેશપરિઘાતવિનય, આ ચાર પ્રકારે વિનય જાણો.