________________
૨૨૪
પ્રવચનસારોદ્ધાર, | ઉત્તર –બધાને એક સરખી ઉપાધિ નથી હોતી પણ બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે, નવ પ્રકારે, દસ પ્રકારે, અગિયાર પ્રકારે અને બાર પ્રકારે એમ આઠ રીતે જિનકપીઓને ઉપધિ હોય છે. (૪૯૪) पुत्तीरयहरणेहिं दुविहो तिविहो य एककप्पजुओ । चउहा कप्पदुगेण कप्पतिगेण तु पंचविहो ॥ ४९५ ॥ दुविहो तिविहो चउहा पंचविहोऽविहु सपायनिज्जोगो । जायइ नवहा दसहा एकारसहा दुवालसहा ॥ ४९६ ॥
બે પ્રકારની ઉપધિવાળા મુહપત્તિ અને રજોહરણ–એમ બે ઉપકરણ ધારણ કરે છે એટલે કરપાત્રી અને વસ્ત્રરહિત જિનકલ્પી મુનિવરે મુહપત્તિ રજોહરણ બે ઉપકરણુ જ ધારણ કરે છે. (૨) મુહપત્તિ-રજોહરણ અને એક વસ્ત્ર યુક્ત ત્રણ ઉપકરણ વડે ત્રિવિધ ઉપકરણવાળા જિનકપીઓ હોય છે. (૩) મુહપતિ, રજોહેરણ અને બે વસ્ત્ર એમ ચાર ઉપકરણ વડે ચતુર્વિધ ઉપાધિવાળા જિનકપીએ, (૪) ત્રણ વસ્ત્ર અને રજોહરણ મુહપત્તિવડે પાંચવિધ ઉપકરણવાળા જિનકપીઓ હોય છે, (૫) ઉપરોક્ત દ્વિવિધ-ત્રિવિધ-ચતુર્વિધ અને પંચવિધ ઉપાધિ જ્યારે સાત પ્રકારના પાત્રાની ઉપધિ સહિત થાય તો અનુક્રમે નવ પ્રકારની, દસ પ્રકારની, અગિયાર પ્રકારની અને બાર પ્રકારની ઉપાધિ થાય છે. તેમાં રજોહરણ મુહપત્તિ અને સાત પ્રકારની પાત્ર ઉપધિ સહિત નવ પ્રકારની ઉપાધિ વસ્ત્રરહિત પાત્રભેજીને હોય છે. બાકીના દશવિધ, એકાદશવિધ, દ્વાદશવિધ ઉપધિ પાત્રભેજી અને વસ્ત્રવાળાને હોય છે. (૪૫-૪૯૬)
अहवा दुगं च नवगं उवगरणे हुति दुन्नि उ विगप्पा । पाउरणवज्जियाणं विसुद्धजिणकप्पियाणं तु ॥ ४९७ ॥
હવે સૂત્રકાર વસ્ત્ર વગરનાની ઉપકરણની સંખ્યા કહે છે. આગળની ગાથામાં જિનકલ્પીઓની ઉપધિના આઠ ભેદ સામાન્યથી જણાવ્યા છે. તેમાં મુહપત્તિ, રજોહરણરૂપ ત્રિવિધ ઉપાધિવાળા અને મુહપત્તિ, રજોહરણ તથા પાત્રનિર્યોગવાળા નવવિધ ઉપધિવાળા જિનકલ્પીઓ અલ્પ ઉપાધિવાળા હોવાથી વસ્રરહિત છે. માટે વિશુદ્ધ જિનકલ્પી કહેવાય છે. આ દ્વિવિધ અને નવવિધ ઉપકરણભેદ-એ બે ભેદ વિશુદ્ધ જિનકલ્પી-- એને છે. અને બાકીના ઉપરક્ત ભેદો અવિશુદ્ધ જિનકલ્પીઓના છે. (૪૯૭)
तवेण सत्तेण, सुत्तेण एगत्तेण बलेण य । तुलणा पंचहा वुत्ता, जिणकप्पं पडिवज्जओ ॥ ४९८ ॥