________________
૨૨૫
૬૧ સ્થવિરકલ્પી મુનિઓના ઉપકરણની સંખ્યા
તપ, સૂત્ર, સત્વ, એકત્વ અને બલવડે-એમ પાંચ પ્રકારે તુલના કરવાની જિનકલ્પ સ્વીકારનારને કહી છે.
* જિનકલ્પનો સ્વીકાર પરિકર્મ કરવાપૂર્વક થાય છે. આથી પરિકર્મનું સ્વરૂપ કહે છે. જેનાથી આત્મા તેલાય એટલે પરીક્ષા કરાય તે તુલના કે પરિકર્મણ કહેવાય એટલે પોતાને જિનકલ્પ સ્વીકારવા માટે આત્માની પરીક્ષા કરવી તે પરિકર્મ કહેવાય છે. તે પરિકર્મ જિનકલ્પ સ્વીકારનારને પાંચ પ્રકારે હોય છે.
(૧) તેમાં તપવડે ચેથભક્ત (એક ઉપવાસ)થી લઈ છ મહિના સુધીના તપના અભ્યાસથી આત્માને ભાવિત કરે. અભ્યાસ કરે, જે આટલે તપ કરતાં પોતે બાધિત ન થાય તે જિનકલ્પ સ્વીકારે, નહિ તે ન સ્વીકારે–એ તપતુલના.
(૨) જિનકલ્પને ઉચિત એવા નવ પૂર્વ વગેરેને એવી રીતે અભ્યાસ કરે, કે જેથી પશ્ચાનુપૂર્વી વગેરે દ્વારા પુનરાવર્તન કરી શકે તે સૂત્રતૂલના.
(૩) માનસિક સ્થિરતા માટે આત્માની પરીક્ષા કરે, જેમ શૂન્યગૃહ, ચેર, સ્મશાન વગેરે ભયજનક સ્થાનમાં કાર્યોત્સર્ગ વગેરે કરતી વખતે સ્વાભાવિક અનેક ભયંકર પરિસહ ઉપસર્ગો વડે જે અક્ષેભ્ય એટલે ગભરાય નહિ અને મનને સ્થિર રાખે તે સવભાવના.
(૪) એકલા ફરતા જે વિશ્રોતસિકા વગેરે એટલે સંયમ વિરૂદ્ધ ચિત્તની વિકિયા વડે જે બાધિત ન થાય તે જિનકલ્પ સ્વીકારે, નહિ તે ન સ્વીકારે એ એકcતુલના.
(૫) એક અંગુઠા વગેરેના આધારે લાંબે વખત ઉભા રહેવું વગેરે રૂપે શરીરબલ, ધૈર્યતારૂપ માનસિકબલ તથા આત્માની પરીક્ષા કરે તે બલ તુલના-આ પાંચ પ્રકારે તુલના કરીને પછી જિનકલ્પને સ્વીકાર કરવો જોઈએ. (૪૯૮)
૬૧ સ્થવિરકલ્પી મુનિઓના ઉપકરણુની સંખ્યા
एए चेव दुवालस मत्तग अइरेग चोलपट्टो उ ।
एसो चउदसरूवो उवही पुण थेरकप्पंमि ॥ ४९९ ॥ ઉપરોક્ત જિનકલ્પિનો પાત્રા વગેરેથી મુહપત્તિ સુધીને બાર પ્રકારને ઉપધિ તથા ઉપર માત્રક ( મોટું પાડ્યું) અને ચેલપટ્ટો–એમ ચૌદ પ્રકારની ઉપાધિ સ્થવિરકપીને હોય છે. (૪૯)
तिण्णि विहत्थी चउरंगुलं च भाणस्स मज्झिमपमाणं ।
एत्तो हीण जहन्नं अइरेगयरं तु उक्कोसं ॥ ५०० ॥ ૨૯