________________
૬૦. જિનકલ્પીઓના ઉપકરણની સંખ્યા
૨૨૩ જેના વડે સાધુ પર ઉપકાર થાય, તે ઉપકરણ એટલે ઉપધિ. તે બે પ્રકારે છે. ૧. ઓધિક અને ૨. ઔપગ્રહિક. ઓઘ એટલે પ્રવાહ. સામાન્ય ઉપધિ-સામાન્યથી જે હંમેશાં પાસે રખાય તેવી ઉપાધિ હોય તે ઔઘિક. ઉપ એટલે પોતાની પાસે સંયમના ઉપકાર માટે જે વસ્તુ લેવાય તે ઉપગ્રહ. સંયમ ઉપકાર માટે જે ગ્રહણ કરાય તે ઔપગ્રહિક. જે કારણે સંયમ પાલન માટે લેવાય પણ હંમેશ માટે નહિ, તે ઔપગ્રહિકઉપકરણ કહેવાય છે.
તેમાં ઐધિકઉપધિ બે પ્રકારે છે. (૧) ગણના પ્રમાણ અને (૨) માન પ્રમાણ તેનાં ગણનાપ્રમાણમાં એક, બે, ત્રણ ગણત્રી સંખ્યારૂપ છે. અને માનપ્રમાણમાં આટલું લાંબુ પહોળુ છે. એ પ્રમાણે ઔપગ્રહિકઉપધિના પણ બે ભેદ જાણવા.
અહીં જિનકલ્પીઓને ઔઘિકઉપધિ ગણના પ્રમાણથી કહે છે. (૧) પાત્રા, (૨) જેમાં પાત્રા રખાય તે પાત્રબંધરૂપ ચેરસ વસ્ત્રને ટુકડો એટલે ઝેળી, (૩) કામળીને પાત્રા મૂકવા માટેનો ગરમ ટૂકડે તે પાત્રસ્થાપન, (૪) પાત્ર પડિલેહવા માટેની ચરવળી તે પાત્રકેસરીકા, (૫) ગોચરી ફરતી વખતે પાત્ર ઢાંકવા માટેના પડલાં, (૬) પાત્રાને વીંટવા માટેનું કપડું તે રજસ્ત્રાણ, (૭) ગરમ કપડાનો ટૂકડો જે પાત્ર પર મૂકવા માટે છે, તે ગુચ્છે. આ સાત પ્રકારને પાત્ર નિર્યોગ એટલે પરિકર છે. ત્રણ કપડા એટલે બે ચાદર અને એક ગરમ કામળી, રજોહરણ અને મુહપત્તિ-આ બાર પ્રકારની ઉપધિ જિનકલ્પીને ઉત્કૃષ્ટથી હોય છે. (૪૯૧-૪૯૨)
जिणकप्पियावि दुविहा पाणीपाया पडिग्गहधरा य । पाउरणमपाउरणा एकेका ते भवे दुविहा ॥ ४९३ ॥
જિનકપીઓ એક જ સ્વરૂપવાળા છે કે જુદા જુદા સ્વરૂપવાળા છે ? તે કહે છે. જિનેશ્વરોને કલ્પ એટલે આચાર તે જિનકલ્પ. તે જિનક૯૫ જેમને હોય તે જિનકપી કહેવાય. તે જિનકપીઓ બે પ્રકારે છે. ૧ કરપાત્રી એટલે હાથમાં ભજન કરનારા અને (૨) પતગ્રહ-ધર એટલે પાત્રામાં ભેજન કરનારા. તે બન્ને પણ પાછા બે બે પ્રકારે છે. સમાવરણ અને અપ્રાવારણ એટલે વસ્ત્રધારી અને નિર્વસ્ત્રી. (૪૯૩)
दुग १ तिग २ चउक्क ३ पणगं ४ नव ५ दस ६ एक्कारसेव ७ बारसगं ८ । एए अट्ठ विगप्पा जिणकप्पे हुति उवहिस्स ॥ ४९४ ॥
પ્રશ્ન:-જિનકલ્પીઓને બાર પ્રકારની ઉપધિ કહી છે, તે બધાને એક સરખી હેય છે ?