________________
૨૧૬
પ્રવચનસારોદ્ધાર એકસઠથી બહરિ સુધી સતત સિદ્ધ થાય, તો ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી સતત સિદ્ધ થાય. ત્યારપછી નિયમા આંતરુ પડે છે.
તોતેરથી ચોર્યાસી સુધી સતત સિદ્ધ થાય, તે ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી સતત સિદ્ધ થાય છે. તે પછી જરૂર અંતર પડે છે.
પંચાસીથી છનુ સુધી સતત સિદ્ધ થાય, તે ત્રણ સમય સુધી સિદ્ધ થાય. તે પછી જરૂર આંતરૂ પડે.
સત્તાણુથી એકસે બે સુધી સતત સિદ્ધ થાય, તે બે સમય સુધી સિદ્ધ થાય, તે પછી જરૂર આંતરૂ પડે.
એકસે ત્રણથી એકસો આઠ સુધી સિદ્ધ થાય, તે નિયમાં એક જ સમય સુધી સિદ્ધ થાય, તે પછી જરૂર એક સમય આંતરુ પડે.
જઘન્યથી એક આત્મા સિદ્ધ થયા પછી એક સમયમાં બીજો આત્મા સિદ્ધ થાય તે તેમાં ઉત્કૃષ્ટથી છ મહિનાનું અંતર પડે એટલે એક આત્મા સિદ્ધ થયા પછી ઉત્કૃષ્ટથી છ મહિના સુધી કેઈ સિદ્ધ ન થાય પણ તે પછી તે અવશ્ય સિદ્ધ થાય. (૪૭૭-૭૮).
૫૩. સ્ત્રી-પુરુષ-નપુંસકલિંગે થનાર સિધ્ધની સંખ્યા
वीसित्थीगाउ पुरिसाण अट्ठसयं एगसमयओ सिझे । दस चेव नपुंसा तह उवरि समएण पडिसेहो ॥ ४७९ ॥
સ્ત્રીઓ એક સમયમાં ઉત્કૃષ્ટથી વીસ સિદ્ધ થાય છે. પુરુષ એક સમયમાં ઉત્કૃષ્ટથી ૧૦૮ સિદ્ધ થાય. અને નપુંસકે એક સમયમાં ઉત્કૃષ્ટથી દશ સિદ્ધ થાય છે. તેનાથી વધુ એક સમયમાં સિદ્ધ ન થાય. (૪૭૯) वीस नरकप्पजोइस पंच य भवणवण दस य तिरियाणं । इत्थीओ पुरिसा पुण दस दस सव्वेऽवि कप्पविणा ॥४८०॥ कप्पट्ठसयं पुहवी आऊ पंकप्पभाउ चत्तारि । रयणाइसु तिसु दस दस छ तरूणपणंतर सिज्झे ॥ ४८१ ॥
જે મનુષ્ય સ્ત્રી, વાનિક અથવા જ્યોતિષમાંથી આવી હોય, તો તે વીસ, ભવનપતિ વ્યંતરમાંથી આવી હોય તો પાંચ, તિર્યંચમાંથી આવેલ દસ સ્ત્રીઓ એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધ થાય છે.
પુરુષ વૈમાનિક સિવાય નરક, મનુષ્ય, જ્યોતિષ, ભવનપતિ, વ્યંતર, અને તિર્યંચમાંથી આવ્યા હોય, તે દશ દશ એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધ થાય છે. વૈમાનિકમાંથી ૧૦૮ પૃથ્વીકાય, અપૂકાય, પંકપ્રભાનારકમાંથી