________________
૫૩. શ્રી–પુરુષ–નપુ ંસકલિંગે થનાર સિદ્ધની સંખ્યા
આવેલ ચાર રત્નપ્રભા વગેરે પહેલી ત્રણ નારકમાંથી દશ દશ, વનસ્પતિમાંથી આવેલ છ સિદ્ધ થાય છે. (૪૮૦-૪૮૧)
૨૧૭
હવે આ જ દ્વારમાં કઈ ગતિમાંથી આવેલા કેટલા એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધ થાય છે, તેનું વિશેષ પ્રકારે પ્રતિપાદન કરે છે
મનુષ્યની ૧સ્ત્રી સ્ત્રીપણામાંથી નીકળી ખીજા ભવે મનુષ્યગતિમાં આવે, તે એક સમયમાં ઉત્કૃષ્ટથી વીસ સિદ્ધ થાય છે. સૌધમ, ઇશાન દેવલાકમાંની દેવીએ પેાતાના ભવમાંથી નીકળી ખીજા ભવે મનુષ્યગતિને પામીને વીસ સિદ્ધ થાય છે. વૈમાનિકમાં પહેલાં એ દેવલાકમાં જ દેવીઓ ઉત્પન્ન થાય છે. માટે અહિં ‘કલ્પ’ સામાન્યથી કહેલ હોવા છતાં પણ સૌધમ ઈશાનની એમ કહ્યું છે– એમ સમજવું. એ પ્રમાણે યેાતિષિ દેવીએ પણ દેવીપણામાંથી નીકળી વીસ સિદ્ધ થાય છે. અસુરકુમાર વગેરે દસ પ્રકારના ભવનપતિઓની તેમજ ખત્રીશ જાતના વ્યંતરાની દેવી સ્ત્રીપણામાંથી નીકળી દરેક પાંચ પાંચ સિદ્ધ થાય છે. પંચેન્દ્રિયતિય ચસ્ત્રીએ સ્ત્રીપણામાંથી નીકળી દશ સિદ્ધ થાય છે. એ પ્રમાણે સર્વે પણ વૈમાનિક સિવાયના મનુષ્યગતિ, જ્યાતિષી, ભવનપતિ, વ્યંતર, તિય "ચ—એમ પાંચ પ્રકારના પુરુષપણામાંથી નીકળી બીજા ભવમાં મનુષ્યગતિ પામેલ એક સમયમાં ઉત્કૃષ્ટથી દશ સિદ્ધ થાય છે.
અહીં પ્=વૈમાનિક વિના એ પ્રમાણે કહ્યું છે, તેથી વૈમાનિકમાંથી નીકળેલા કેટલા સિદ્ધ થાય ? તેમાં કહે છે કે વિમાનવાસીદેવા બીજા ભવમાં પુરુષપણું પામી એક સમયમાં ઉત્કૃષ્ટથી એકસા આઠ સિદ્ધ થાય છે.
પૃથ્વીકાય, અકાય, પંકપ્રભા (ચાથી નાસ્કી). માંથી નીકળેલા દરેક ચાર ચાર સિદ્ધ થાય છે.
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, આ પહેલી ત્રણ નરકપૃથ્વીમાંથી નીકળેલા દરેક દશ દશ સિદ્ધ થાય છે.
ધૂમપ્રભા વગેરે ૫-૬-૭ ત્રણ નારક પૃથ્વીમાંથી આવેલા તથાસ્વભાવે સિદ્ધ થતા નથી. વનસ્પતિમાંથી નીકળી પછી તરતજ મનુષ્યભવમાં આવેલા ઉત્કૃષ્ટથી એક સમયમાં છ જ સિદ્ધ થાય છે. તેઉકાય, વાઉકાયને ખીજા ભવમાં મનુષ્યપણાની પ્રાપ્તિ થતી નથી. એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચારિન્દ્રિયાની તથાસ્વભાવે જ બીજા ભવમાં સિદ્ધ થતા નથી. પ્રજ્ઞાપનામાં પણ કહ્યું છે,
પ્રશ્ન :–હે ભગવન્ ! નારકીઓ એક સમયમાં કેટલા અંતરક્રિયાને કરે છે. એટલે મેાક્ષ પામે છે ?
ઉત્તર ઃ- ગૌતમ ! જઘન્યથી ૧,૨,૩ અને ઉત્કૃષ્ટથી દસ એ પ્રમાણે રત્નપ્રભાથી ૧. આ ગાથામાં કહેલું ‘પીર” પદ બધા પદ્મા સાથે જોડવું.
૧૮