________________
૪૫. જિનેશ્વરને નિર્વાણુ સમયનું તપ निव्वाणं संपत्तो चउदसभत्तेण पढमजिणचन्दो । सेसा उणमासिएणं वीरजिणिदो य छद्रेणं ॥४५६॥
પહેલા ઋષભદેવ ભગવાન ચૌદભક્ત એટલે છ ઉપવાસ કરવાપૂર્વક નિર્વાણ પામ્યા. અજિતનાથથી પાર્શ્વનાથ સુધીના બાવીસ તીર્થંકરે એક મહિનાનું અણુસણ કરી મોક્ષ પામ્યા. મહાવીર સ્વામી છદ્ર એટલે બે ઉપવાસ કરી નિર્વાણ પામ્યા. (૪૫૬)
૪૬. ભાવી ચોવીશીના જીવે वीरवरस्स भगवओ वोलिय चुलसीइ वरिस सहस्सेहिं । पठमाइ चउवीस जह हुंति जिणा तहा थुणिमो ॥ ४५७ ॥
સમગ્ર ઐશ્વર્યાદિ ગુણયુક્ત ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૮૪,૦૦૦૦ (ચેરાશી હજાર) ૧વર્ષ વિત્યા પછી પદ્મનાભ વગેરે જેવીશ તીર્થકરો જે પ્રમાણે થશે તેમના નામ લેવાપૂર્વક અમે સ્તુતિ કરીએ છીએ.
આને તાત્પર્યાથે આ પ્રમાણે છે. આ અવસપિણિમાં દુષમ સુષમરૂપ ચેથા આરાનાં છેડે ૮૯ પખવાડીયા બાકી રહ્યા ત્યારે વર્ધમાનસ્વામી મેક્ષે ગયા. તે પછી ૮૯ પખવાડીયા બાદ ૨૧ હજા૨ પ્રમાણુનો પાંચમે પછી તેટલા જ પ્રમાણને છઠ્ઠો આરે પૂરો થયા પછી ઉત્સપિણિમાં પણ આટલા જ પ્રમાણવાળા પહેલા બીજે આરે વિત્યા પછી દુષમ સુષમરૂપ ત્રીજા આરાના ૮૯ પખવાડિયા ગયા બાદ પદ્મનાભ નામનાં તીર્થકર ઉત્પન્ન થશે. (૪૫૭)
पढमं च पउपनाहं सेणियजीवं जिणेसरं नमिमो । बीयं च सूरदेवं चंदे जीवं सुपासस्स ॥ ४५८ ॥ तइयं सुपासनामं उदायिजीवं पणट्ठभववासं । वंदे सयंपजिणं पुद्धिलजीवं चउत्थमहं ॥ ४५९ ॥ सव्वाणुभूइनाम दबाउजीव च पंचमं वंदे । छठं देवसुयजिणं वंदे जीवं च कित्तिस्स ॥ ४६० ॥ सत्तमयं उदयजिणं वंदे जीवं च संखनामस्स । पेढालं अट्ठमयं आणंदजियं नमसामि ॥ ४६१ ॥ ૧. બન્ને બાજુ ૮૯ પખવાડીયા વધુ હોવા છતાં પણ તે કાળ અલ્પ હોવાથી ગણ્યા નથી.