________________
૪૨. અરિહંતના ચાર નિક્ષેપ जिणनामा नामजिणा केवलिणो सिवगया य भावजिणा । ठवणजिणा पडिमाओ दव्वजिणा भाविजिणजीवा ॥४५३।।
જિનેશ્વરદેવનું નામ તે નામજિન, કેવલજ્ઞાની થયેલા અને મોક્ષપદને પામેલા તે ભાવજિન, પ્રતિમા તે સ્થાપનાજિને અને ભાવિમાં થનારા જિનેશ્વરદેવના જી, તે દ્રવ્યજિન કહેવાય.
નામજિન–ભાવજિન-દ્રવ્યજિન-સ્થાપનાજિન એમ–ચાર પ્રકારે જિનેશ્વરે છે. નામજિન-ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, વગેરે જે તીર્થકરોના નામ તે.
ભાવજિન –અષ્ટમહાપ્રાતિહાર્યાદિ સમૃદ્ધિને સાક્ષાત્ અનુભવતા કેવલી ભગવંતે અને મોક્ષપદને પામેલા અરિહંતે વાસ્તવિકપણે ભાવજિન છે.
સ્થાપનાજિન -સુવર્ણ, જત, મેતી, પાષાણુ, મરકત વગેરેથી બનાવેલ પ્રતિમા તે.
દ્રવ્યજિન -જે આત્માઓ ભવિષ્યમાં જિનેશ્વરરૂપે થનારા હોય છે, જેમકે શ્રેણિક વગેરેનાં જી. (૪૫૩)
૪૩. જિનેશ્વરોનો દીક્ષા સમયે તપ सुमइत्थ निच्चभत्तेण निग्गओ वासुपुज्जजिणो चउत्थेण । पासो मल्लीवि य अट्ठमण सेसा उ छट्ठणं ॥ ४५४ ॥
આ અવસર્પિણીની ચાવીસીમાં, પાંચમા સુમતિનાથ ભગવાન નિત્યભક્ત એટલે એકાસણું કરી ઘરવાસથી નીકળી પ્રત્રજિત થયા. બારમા વાસુપૂજ્ય સ્વામી ભક્ત એટલે એક ઉપવાસ કરી દીક્ષા લીધી. ત્રેવીશમાં પાર્શ્વનાથ અને ઓગણીશમા મલ્લિનાથ અઠ્ઠમ એટલે કે ત્રણ ઉપવાસ કરીને દીક્ષા લીધી અને ઋષભદેવ વગેરે બાકીના વશ તીર્થકરીએ છઠ્ઠ એટલે બે ઉપવાસ કરી દીક્ષા લીધી. (૪૫૪)
૪૪. જિનેશ્વરેનું કેવળજ્ઞાન સમયનું તપ अट्ठमभत्तवसाणे पासोसहमल्लिरिट्ठनेमीणं । वसुपुज्जस्स चउत्थेण छट्ठभत्तेण सेसाणं ॥४५५॥
પાર્શ્વનાથ, 2ષભદેવ, મલ્લિનાથ, નેમનાથ ભગવાનને અઠ્ઠમ એટલે ત્રણ ઉપવાસને અંતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. | વાસુપૂજ્ય સ્વામિને એક ઉપવાસ અને બાકીના અજિતનાથ વગેરે ઓગણીસ તીર્થકરોને બે ઉપવાસને અંતે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. (૪૫૫)