________________
૩૮. દશ આશાતાના
૧૯૭ (૪૫) ઠંડી વગેરેમાં તાપણું કરે. (૪૬) રસોઈ કરે. (૪૭) દ્રમ્મ વગેરે નાણાની પરીક્ષા કરે. (૪૮) દેરાસરમાં પેસતાં નિસિહી જરૂર કરવી જોઈએ તે જે ન કરે. (૪૯)-(પર) છત્રી, પગરખા, જેડા, તલવાર વગેરે શસ્ત્ર અને ચામર દેરાસરની
બહાર મૂકે નહીં પણ અંદર લઈ જાય. (૫૩) જુદા જુદા વિચાર કરવારૂપ મનની અસ્થિરતા કરે. (૫૪) તેલ વગેરેથી પિતે માલિસ કરે. (૫૫) સચિત્ત ફૂલ, તંબોલ વગેરેના પાંદડાને બહાર ન મૂકે. (૫૬) હાર, રત્ન, મુદ્રિકા (વીંટી) વગેરે અજીવને બહાર મૂકે તે આશાતના.
કેમકે બહાર મૂકે તે “અરે આ તે ભિખારીનો ધર્મ છે. એ પ્રમાણે
ધર્મની નિંદા દુષ્ટ લોક કરે. (૫૭) જિનપ્રતિમાને જોતાંની સાથે હાથ ન જોડે. (૫૮) એક શાટક ઉત્તરાસંગ ન કરે એટલે પ્રેસ ન નાખે. (૫૯) માથે મુગટ ધારણ કરે. (૬૦) માથા ઉપર મૌલિ એટલે શિરોવેઇનરૂપ પાઘડી અથવા ફેંટો બાંધે. (૬૧) માથા ઉપર ફૂલ વગેરેની વેણી કરે. (૬૨) કબૂતર, નાળિયેર વગેરેની હેડ કરે. (૬૩) ડુિહ એટલે દડ, ગેડી, લાટી, કેડી વગેરેની રમત રમે. ' (૬૪) પિતા વગેરેને જુહાર કરે. (૬૫) ભાંડ, વિટ, નટ, વગેરેની જેમ કક્ષા (બગલ) વાદન વગેરેની ક્રિયા કરે. (૬૬) તિરસ્કાર જણાવનાર “રે” કાર વગેરે શબ્દ વાપરે. (૬૭) શત્રુને અથવા દેવાદારને પકડે. (૬૮) લડાઈ કરે. (૬૯) વાળને ખુલ્લા કરે, એળે. (૭૦) પલાંઠી વાળીને બેસે. (૭૧) લાકડાની પાદુકા પહેરે. (૭૨) પગ લાંબા કરી સંકેચ વિના બેસે. (૭૩) પુટપુટિકાદાપન [એટલે મેંઢાથી આવાજ કરે?] (૭૪) પોતાના શરીરના અવયવે ધોવા દ્વારા કાદવ કરે. (૭૫) પગ પર લાગેલ ધૂળ ઝાટકે.