________________
૧૯૮
પ્રવચનસારોદ્ધાર
(૭૬) મૈથુન સેવે. (૭૭) માથા વગેરેમાંથી જુ વગેરે કાઢી ત્યાં નાખે. (૭૮) ભર્જન કરે. (૭૯) ગુહલિંગ પ્રકટ કરે. અથવા યુદ્ધ અર્થ લે તે મુઠી, દષ્ટિ, બહુ વિગેરેથી
યુદ્ધ કરે. (૮૦) ચિકિત્સા કરે. (૮૧) લેવા દેવા રૂ૫ વેપારની લેવડ-દેવડ કરે. (૮૨) પથારી કરી સૂવે. (૮૩) પીવા માટે પાણી મૂકે અથવા પીએ. (૮૪) પાણીમાં ડુબકી મારતો સ્નાન કરે.
આવા પ્રકારના દેકારી સાવદ્ય કાર્યો સરળ સ્વભાવીએ દેરાસરમાં છેડી દેવા. આટલી જ આશાતના છે એમ ન જાણવું. એ સિવાય બીજી પણ હસવું, એક બીજાને વળગવું, વગેરે અનુચિત્ત ક્રિયા છે. તે પણ આશાતાનરૂપ જ જાણવી.
પ્રશ્ન –“તોસ્ટ ” ગાથા દ્વારા દશ આશાતનાનું પ્રતિપાદન કર્યું છે અને તે દશમા આ બધી ઉપલક્ષણથી આવી જાય છે, તે પછી અલગ દ્વાર શા માટે?
ઉત્તર–કેમકે સામાન્યથી કહેલ હોવા છતાં પણ બાલ જીવના જ્ઞાન માટે વિશેષ હકીકત જણાવાય છે. જેમાં બ્રાહ્મણે આવ્યા છે અને વિશિષ્ટ પણ આવ્યા છે. માટે બધું નિર્દોષ છે.
પ્રશ્ન –આ અશાતના જિનાલયમાં કરતાં ગૃહસ્થને જ દેષ લાગે છે? કે બીજાને પણ લાગે છે કે જેથી આ આશાતના ન કરવી.
ઉત્તર –સર્વસાવદ્યકાર્યમાં તત્પર ફક્ત ગૃહસ્થને જ ભવ ભ્રમણ વગેરે દોષ લાગે છે એવું નથી પણ નિરવદ્યાચારમાં તતપર મુનિઓને પણ દેષ લાગે છે. માટે કહ્યું છે કે–(૪૩૩-૪૩૬)
आसायणा उ भवभमणकारणं इय विभाविउं जइणो । मलमलिणत्ति न जिणमंदिरंमि निवसंति इय समओ ॥४३७।।
પ્રગટ રીતે આ આશાતના વિવિધ પ્રકારના દુઃખ પરંપરાનું અને સંસાર ભ્રમણનું કારણ હોવાથી, સ્નાન નહિ કરવાનાં કારણે મલથી મલિન દેહવાળા સાધુઓ જિનમંદિરમાં વસતા નથી—એમ સિદ્ધાંતમાં કહ્યું છે. (૪૩૭)
दुन्भिगंधमलस्सावि, तणुरप्पेस हाणियो । दुहा वायवहो वावि, तेणं ठंति न चेइए ॥४३८॥
સ્નાન કરાવેલું પણ આ શરીર દુધ તથા મલને ઝરનારું છે, તેથી (યતિએ) મંદિરમાં વાસ કરતાં નથી.