________________
૧૮૮
પ્રવચનસારાદ્ધાર
बियपंतिठवणा
दो चक्कि सुन्न तेरस पण चक्की सुण्ण चक्कि दो सुण्णा ।
चक्की सुन्न दुचक्की सुण्णं चक्की दुसुण्णं च ॥ ४०८ ॥
હવે બીજી બાજુ ઉભી પૉંક્તિમાં ૩૨ આડા ખાનામાંની સ્થાપના કરે છે. પહેલા બે ખાનામાં ભરત અને સગરચક્રવર્તી સ્થાપવા. પછી તેર ખાનામાં શૂન્ય, પછી પાંચ ખાનામાં મઘવા, સનતકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ-આ પાંચ ચક્રવર્તી સ્થાપવા. તે પછીના ખાનામાં શૂન્ય, તે પછીના ખાનામાં સુભૂમ ચક્રવર્તી. તે પછી એ ખાનામાં શૂન્ય. તે પછીના ખાનામાં મહાપદ્મ ચક્રવર્તી, તે પછીના ખાનામાં શૂન્ય. તેની આગળના એ ખાનામાં રિષેણ અને જય નામના ચક્રવર્તી સ્થાપવા. તે પછીના ખાનામાં શૂન્ય. તે પછીના ખાનામાં બ્રહ્મદત્ત ચક્રવર્તી. તે પછીના એ ખાનામાં શૂન્ય. (૪૦૮) तई पंतिठवणा
दसण पंच केसव पणसुण्णं केसि सुण्ण केसी य ।
दो सुण केसवोऽविय सुष्णदुगं केसव तिसुण्णं ॥ ४०९ ॥
ઉભી ત્રીજી પંક્તિની સ્થાપના બતાવાય છે. ઉભી પક્તિનાં ત્રીજા ખાનામાં બત્રીસ આડા ખાનામાંથી પહેલા આડા દેશ ખાનામાં શૂન્ય. તે પછી પાંચ ખાનામાં ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષાત્તમ અને પુરુષસિંહ નામના પાંચ વાસુદેવ સ્થાપવા. તે પછી પાંચ ખાનામાં પાંચ શૂન્ય. તે પછીના ખાનામાં પુરુષપુંડરીક નામના વાસુદેવ સ્થાપવા. તે પછીના ખાનામાં શૂન્ય. તે પછીના ખાનામાં કેશીઢત્ત વાસુદેવ સ્થાપવા તે પછીના એ ખાનામાં બે શૂન્ય. તે પછીના ખાનામાં નારાયણ નામે વાસુદેવ. તે પછીના બે ખાનામાં બે શૂન્ય. તે પછીના ખાનામાં કૃષ્ણ નામના વાસુદેવ. તે પછીના ત્રણ ખાનામાં ત્રણ શૂન્ય સ્થાપવા. (૪૦૯)
उत्थपतिठवणा
उस भरहाण दोहवि उच्चत्तं पंचधणुस हुति । अजियसगराण दोहवि उच्चत्तं चारि अद्धं च ॥ ४१० ॥ पन्नासं पन्नासं धणुपरिहाणी जिणाण तेण परं । ता जाव पुष्पदंतो धणुसयमेगं भवे उच्चो ॥ ४११ ॥ उ धणू सीयलस्स सेजंसतिबिट्टुमाइणं पुरओ । जा धम्मपुरिससीहो उच्चत्तं तेसिमं होइ ॥ ४१२॥ कमसो असी सत्तरि सट्ठी पण्णास तह य पणयाला । एए हवंति धणुया बायालद्धं च मघवस्स ||४१३॥