________________
૩૫. તીર્થકર ચક્રવર્તી-વાસુદેવનાં આયુષ્યાદિનું યંત્ર
૧૮૭ છાસઠ લાખ છવીસ હજાર, (૬૬,૨૬,૦૦૦), બાકી રહ્યા તેનું પ્રતિપાદન કરે છે. તેમાં ૫૪ લાખ વર્ષ મુનિસુવ્રતસ્વામિના, ૬ લાખ નમિનાથના, ૫ લાખ નેમનાથના એટલે કુલ્લે ૬૫ લાખ થયા.
પાર્શ્વનાથના ૮૩,૭૫૦ વર્ષ અને ૨૫૦ વર્ષ મહાવીર સ્વામીના એટલે પાર્થ અને મહાવીર સ્વામીના મળી ૮૪,૦૦૦ વર્ષ થયા. બાકી કાળ ૨૧,૦૦૦ વર્ષ પ્રમાણ દુઃષમ નામનો પાંચમો આરો અને અતિ દુષમ નામનો ૨૧,૦૦૦ વર્ષનો છઠ્ઠો આરો, તે બંનેના ૪૨,૦૦૦ વર્ષ મેળવતા, આગળના ૮૪,૦૦૦માં ૪૨,૦૦૦ ઉમેરતાં ૧ લાખ ૨૬ હજાર થયા. તેને ઉપરના ૬૫ લાખમાં ઉમેરતાં ૬૬,૨૬,૦૦૦ થયા. તે ૬૬,૨૬,૦૦૦ તથા આગળના એક સાગરોપમને શ્રેયાંસનાથના એક કોડ સાગરોપમમાં ન્યૂન કાળમાં ઉમેરતાં સંપૂર્ણ એક કોડ સાગરોપમ થયા. તેને ઉપરના ૯૯૯,૯૯૯ કોડ સાગરોપમમાં ઉમેરતાં એક કડાકોડી સાગરોપમ થાય છે. (૪૦૪-૪૦૫) ૩૫. તીર્થકર ચક્રવતી–વાસુદેવનાં
આયુષ્યાદિનું યંત્ર હવે પ્રકારમંતરે સર્વ તીર્થકર, ચકવતિ, વાસુદેવ વગેરે આંતર તથા જે તીર્થકરના અવાંતર કાળમાં જે ચક્રવર્તિ, વાસુદેવ થયા તેમનું શરીર આયુષ્ય વગેરે શિષ્યના જ્ઞાન માટે કહેવાય છે.
बत्तीस घरयाई काउं तिरियाअयाहि रेहाहिं । उड्ढाययाहिं काउं पंच घराई तओ पढमे ॥४०६॥ पन्नरस जिण निरंतर सुन्नदुगं तिजिण सुन्नतियग च । दो जिण सुन्न जिणिंदो सुन्न जिणो सुन्न दोन्नि जिणा ॥४०७॥ અહીં ગ્રંથકાર આ લેખ જણાવવા માટે કેઠાની ઉભી સ્થાપના કરે છે. પણ આડી નહીં. તેમાં આડી લાંબી લાઈન ૩૩ દોરે, જેથી ૩૨ ખાના થાય. પછી ઉભી છ રેખા દોરી ૩૨ ખાનાના ઉભા પાંચ ખાના કરે. આ પ્રમાણે પાંચ ખાના કરી, તેમાં ઉભા પહેલા ખાનામાં ૩૨ આડા ખાનામાંથી પહેલા ૧૫ ખાનામાં ઋષભદેવથી ધર્મનાથ સુધીની સ્થાપના કરવી.
પછી બીજા ખાનામાં બે શુન્ય. તે પછી ત્રણ ખાનામાં શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથની સ્થાપના. તે પછી ત્રણ ખાનામાં ત્રણ શૂન્ય, પછી બે ખાનામાં મલ્લિનાથ અને મુનિસુવ્રતસ્વામી સ્થાપવા. પછી એક ખાનામાં શૂન્ય. તે પછી એક ખાનામાં નમિનાથ. તે પછીના ખાનામાં શૂન્ય. તે પછીના ખાનામાં નેમનાથ સ્થાપવા. તે પછીના ખાનામાં શૂન્ય અને પછીના બે ખાનામાં પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી સ્થાપવા. આ પ્રમાણે પહેલા ઉભા ખાનામાં ભરવું. (૪૦૬-૪૦૭)