________________
૧૬૦
પ્રવચનસારોદ્ધાર
वेयावच्चं दसहा गुरुमाईणं समाहिजणणं च । किरियादारेण तहा अपुवनाणस्स गहणं तु ॥ ३१८ ॥ आगमबहुमाणो च्चिय तित्थस्स पभावणं जहासत्ती । एएहि कारणेहिं तित्थयरत्तं समज्जिणइ ॥ ३१९ ॥
પ્રવચન એટલે સંઘ. ધર્મોપદેશક ગુરુઓ, સૂત્ર, અર્થ અને ઉભયને ધરનારા બહુશ્રુત તરીકે પ્રસિદ્ધ છે. જન્મ, શ્રુત, અને પર્યાયને આશ્રયી
સ્થવિર ત્રણ પ્રકારે. સાઠ વર્ષને વયસ્થવિર, સમવાયાંગધર શ્રુતસ્થવિર, અને વીસ વર્ષના પર્યાયવાળા પર્યાયસ્થવિર છે. ભક્તિ, પૂજા, ગુણાનુવાદ અણુવાદ ત્યાગ, આશાતના પરિવાર, એ અરિહંત વગેરે સાતનું વાત્સલ્ય છે. સતત જ્ઞાનોપોગ, દર્શનશુદ્ધિ, વિનયશુદ્ધિ, આવશ્યક યોગ, શીલ અને વ્રતમાં નિરતિચારપણું, ક્ષણ લવ વગેરે કાળમાં સંવેગ, ભાવના, ધ્યાના સેવન, તપ અને શક્તિ મુજબ યતિજનોને સંવિભાગ કરવું. દશ પ્રકારના ગુરુ વગેરેને સમાધિકારક ક્રિયા દ્વારા વૈધ્યાવચ્ચ કરવું. અપૂર્વ જ્ઞાન ગ્રહણ, આગમ બહુમાન અને યથાશક્તિ તીર્થ પ્રભાવના. આ કારણે વડે તીથ કરપણું પ્રાપ્ત થાય છે.
- ભક્તિ એટલે આંતર બહુમાન. પૂજા એટલે ફળ, ફૂલ, આહાર, વસ્ત્ર વગેરે આપવા. વર્ણ એટલે પ્રગટ ગુણની પ્રશંસા કરવી. નિંદાને ત્યાગ કરો. આગળ કહેવાશે તે આશાતનાનો ત્યાગ કરવો. અરિહંત વગેરે. આ સાતેનું વાત્સલ્ય કરવુ. વૈયાવચ્ચ એટલે ગુરૂ આદિ દશની ભોજન પાણી વગેરે આપીને તેર પ્રકાર વડે સમાધિ ઉત્પન્ન કરવી. શીલ અને વ્રત દ્વારા સમાધિ ઉત્પન્ન કરવી. એ તીર્થકર નામ ગોત્ર બંધના કારણ છે.
ઋષભદેવ અને વર્ધમાન સ્વામીએ પૂર્વભવમાં ઉપરોક્ત બધા સ્થાનને આરાધ્યા હતા. અજીતનાથ વગેરે વચ્ચેના ૨૨ તીર્થકરોમાં કેઈકે એક, કેઈકે બે, કેઈકે ત્રણ અને કેઈએ સર્વ સ્થાન આરાધ્યા હતા. આ તીર્થકર નામકર્મ મનુષ્ય ગતિમાં જ રહેલા સ્ત્રી, પુરુષ, નપુંસક, તીર્થકરના ભવથી પાછળના ત્રીજા ભવમાં બાંધેલ છે. આ પ્રશ્ન –તીર્થકર નામ કર્મની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બંધ સ્થિતિ અંતઃકેડાકેડી સાગરોપમ પ્રમાણ છે, તે પછી એમ કેમ કહ્યું કે તીર્થકરને ભવથી પાછલા ત્રીજા ભવમાં તીર્થકર નામકર્મ બંધાય.
ઉત્તર :-અહીં દેષ નથી. કેમકે જે બંધ થાય છે, તે બે પ્રકારે છે. નિકાચિત અને અનિકાચિત. તેમાં અનિકાચિત બંધ ત્રીજા ભવથી પહેલા પણ થઈ શકે છે. કેમકે જઘન્યથી પણ અંતઃ કડા કેડી સાગરોપમ પ્રમાણુ બંધ થતું હોવાથી નિકાચિત બંધ તીર્થકરના ભવથી ત્રીજા ભવે જ થાય. આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે -